News of Monday, 2nd September 2024
શ્રાવણ નાં છેલ્લા સોમવારે જીતનગર નદિકેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર પૂજા : ભક્તોની ભારે ભીડ જામી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. અને વિશેષ પૂજા પણ થતી હોય છે. રાજપીપળા નજીક જીતનગર ગામે આવેલ નંદીકેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ખાસ લઘુરૂદ્રની પૂંજા રાખવામાં આવી હતી જેનો લાભ લેવા દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી.
જીતનગર નંદીકેશ્વર મહાદેવ મંદિર ના સંચાલક અને પૂજારી વિરલભાઈ દવે એ જણાવ્યું કે 150 થી વધુ વર્ષ જુના અને ઐતિહાસિક આ મંદિર નર્મદા જિલ્લાનું ખુબ જાણીતું મંદિર છે. શ્રાવણ માસ ની શરૂઆતથી મંદિર ખાતે પૂજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ખાસ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની પૂજા અને ભક્તિ કીર્તન આખો મહિનો ચાલે છે. પવિત્ર શ્રાવણના આજે છેલ્લા સોમવારે મંદિરમાં ખાસ લધુરુદ્ર પૂજા કરવામાં આવી હતી. સાથે મહાદેવ ને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો . મહા આરતી બાદ સાંજે ભજન- ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આખો દિવસ ભક્તો ની મોટી સંખ્યા મંદિરના દર્શનાર્થે રહી અને મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
