News of Monday, 2nd September 2024
રાજપીપળામાં સરકારી સાઇકલો ભરેલો ટેમ્પો ભંગારીને ત્યાંથી પકડાયા બાદ સરકાર ફરિયાદી બને તેવી જાગૃત નાગરિકે સીએમને કરી રજૂઆત
એક મહિના પહેલા રાજપીપળા ભંગારના વેપારીને ત્યાંથી શાળામાં કન્યાઓ અપાતી સાઇકલો ભરેલો ટેમ્પો પોલીસે પકડ્યો હતો:પોલીસે એક મહિના બાદ કોઈ ફરિયાદ નોંધી નથી માટે સરકાર ફરિયાદી બની માધ્યમિક શાળાના આચાર્ય તથા જવાબદાર કર્મચારી સામે ગુનો દાખલ કરે તેવી રજૂઆત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: રાજપીપળાની એક શાળાની સરકારી સાઇકલો એક ભંગારીને ત્યાંથી ટેમ્પામાં ભરેલી મળી આવતા રાજપીપળા પોલીસે આ મામલો હાથ માં લઇ સાઇકલો ભરેલો ટેમ્પો જપ્ત કર્યો હતો પરંતુ કોઈ ફરિયાદ નહીં થતાં એક જાગૃત નાગરિકે સીએમ સહિતનાઓને સરકાર ફરિયાદી બને તેવી રજૂઆત કરી છે
રાજપીપળા ટેકરા ફળિયામાં રહેતા મહેશભાઇ રવજીભાઈ વસાવાએ સીએમ સહિતના મંત્રીઓ અને જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ તા.૨૭-૭-૨૦૨૪ ના રોજ સુરજબા કન્યા વિનય મંદિર માધ્યમિક શાળા, રાજપીપલામા સરકારની યોજના હેઠળ કન્યાઓને આપવામાં આવતી નવી સાયકલો ભરેલો ટેમ્પો (છોટાહાથી) ફિરોજ ભંગારી જુના લોખંડ ભંગારના વેપારી( રહે. નિઝામશાહ દરગાહ પાસે રાજપીપલા) ને ત્યાંથી પોલીસે પકડ્યો હતો , જવાબદાર પોલીસ અધિકારી દ્વારા સાયકલો ભરેલો ટેમ્પો જેનો ટેમ્પા નંબર પણ ન હતો તે પકડવામાં આવ્યો હોય પરંતુ તેમાં હજુ સુધી કોઈ ફરિયાદ દાખલા થઈ ના હોય તો આપના દ્વારા સરકાર તરફથી ફરિયાદી બની સુરજબા કન્યા વિનય મંદિર માધ્યમિક શાળા, રાજપીપલાના આચાર્ય તથા અન્ય જવાબદાર કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરી કોર્ટ કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ તેમજ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
જોકે આ મુદ્દે ટેમ્પો પકડનાર તપાસ અધિકારી પીએસઆઈ કે.એન.તાવિયાડ એ જણાવ્યું કે જે વિભાગ દ્વારા આ સાઇકલો શાળા ને આપવામાં આવી હોય એ વિભાગ અમને માહિતી આપે કે અમે આ સ્કૂલ ને સાઇકલો આપી હતી તો આગળ કાર્યવાહી થઈ શકે હાલમાં સરકારી વિભાગે કંઈ સ્કૂલ ને આ સાઇકલો આપી હતી એ માહિતી મળે તો ફરિયાદ દાખલ થાય અને આરોપી પણ મળે. હાલ તો ભંગારી જ આરોપી ગણાય. આ કેસ માં જવાબદાર કોણ છે એ વધુ તપાસ બાદ સામે આવશે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
