<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સાગબારાના ભાદોડ ગામની પરિણીતા ૨૦ દિવસથી ક્યાંક ચાલી જતાં પતિએ પોલીસની મદદ માંગી

અઢી વર્ષના નાનકડા બાળકને પિતાના ઘરે મૂકી માતા રાત્રે બાર વાગે કોઈને કઈ કહ્યા વિના ચાલી નિકળી

(ભરત શાહ દ્વારા)  નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ભાદોડ ગામથી એક પરણિત મહિલા કોઈને કંઈ કહ્યા વિના ઘરેથી જતી રહ્યા બાદ કોઈ પત્તો નહી મળતા પતિએ પોલીસ માં જાણ કરી છે
   મળતી માહિતી અનુસાર પતિ નિતેશભાઇ અમૃતભાઇ વસાવા (રહે.ભાદોડ, નિશાળ ફળીયુ, તા.સાગબારા, જી.નર્મદા) નાઓ એ પોલીસ ને કરેલી જાણ મુજબ તેમના પત્ની સોનલબેન ગઈ તા.૧૨/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રીના બારેક વાગ્યાના અરસામા ભાદોડ ગામની સીમમાં પોતાના ખેતરવાળા ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયેલ હોય, જેની આજદિન સુધી તપાસ કરતા કરાવતા મળી આવેલ નથી પોલીસે આ બાબતે નોંધ લઈ સોનલબેનને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
: સોનલબેનના પતિ નિતેશભાઈના જણાવ્યા મુજબ તેમને અઢી વર્ષનું એક બાળક છે તેને ઘરે મૂકીને પત્ની સોનલ ક્યાંક ચાલી નિકળી છે, જેને વીસ દિવસ જેવો સમય થવા છતાં ક્યાંય ભાળ મળતી નથી, અને જ્યારે પત્ની ગુમ થઈ ત્યારે પણ પોલીસમાં જાણ કરી હતી પરંતુ કંઈ નહિ થતા હાલમાં ફરિયાદ આપી છે

(11:13 PM IST)