News of Monday, 2nd September 2024
ચિખલી ગામમાં જમીન માટે મનદુઃખ રાખી ધારિયું મારી હત્યા કરનાર હત્યારા વિરૂદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચીખલી ગામમાં જમીન બાબતનું મન દુઃખ રાખનાર શખ્શે એક વ્યક્તિને ધારિયું મારી ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતારતાં હત્યારા શખ્શ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર રણજીતભાઇ રામજીભાઇ વસાવા( રહે.નાનીચીખલી, મંદીર ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતાજી રામજીભાઈ શામળભાઈ વસાવા (ઊ.વ. ૪૬) ચિખલી ગામની સીમમાં આવેલ ટેકરા વાળા ખેતરે ગયેલ તે વખતે તા.૩૧/૦૮/૨૦૨૪ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યા ના અરસા માં અરવિંદભાઇ કલમસિંગ ભાઇ વસાવા એ જમીન બાબતના વિવાદમાં મનદુખ રાખી રામજીભાઈ ને ધારીયા જેવા કે, અન્ય હથિયાર વડે મારમારી માંથામાં પાછળના ભાગે તેમજ બન્ને હાથમાં તેમજ છાતીના ભાગે તેમજ પગના ભાગે જીવલેણ ઇજાઓ કરી રામજીભાઇ શામળભાઇ વસાવાનુ મોત નિપજાવી ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
