<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

જીઓરપાટી ગામની સીમમાં કપાસ અને તુવર નો પાક ઉખેડી ૪૫૦૦૦ નું નુકશાન કરનાર સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામની સીમમાં આવેલા ખેતર માંથી કપાસ અને તુવરનો પાક ઉખેડી નાખી નુકશાન કરનાર ઈસમ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે
   પ્રાપ્ત માહિતી અનુસાર મીનાબેન કાન્તીભાઇ જેઠાભાઇ માછી( મુળ રહે.જીઓરપાટી તા.નાંદોદ જી.નર્મદા હાલ રહે.રામદેવનગર-૧ આજવા રોડ સરદાર એસ્ટેડની પાછળ વડોદરા શહેર )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ ગોપાલભાઇ અંબાલાલભાઇ માછી( રહે.નવા ફળીયા મોતીબાગ, રાજપીપળા) એ તેમના પતિ કાન્તીભાઇ જેઠાભાઇ માછીની માલિકીની જીઓરપાટી ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૩૧૭ વાળી જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ખેતરમાં વાવેલ કપાસ તથા તુવેરના પાકને ટ્રેકટરથી કલટી મારી ઉખેડી નાંખી  રુ. ૪૫૦૦૦ નું નુકશાન કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:16 PM IST)