<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

તમારા ખેતરમાં ત્રણેક ફુટ જેટલી અમારી જમીન છે, આ બાજુ આવવું નહિ, કહી લાકડીઓ વડે હુમલો

હુમલામાં દંપતીને માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામની સીમમા થયેલી માથાકૂટમાં દંપતીને માર મારનાર ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે
    મળતી વિગતો અનુસાર રમણભાઇ છોટાભાઇ બારીયા (ઉ.વ.૬૨) ( રહે. પોઇચા, વેરાઈ માતાના મંદિર પાસે તા. નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ  તેઓ તેમની પત્ની સાથે પોઇચા ગામની સીમમાં પોતાના ખેતરે કામ કરતા હતા તે વખતે (૧) રણછોડભાઈ જેઠાભાઈ બારીયા (૨) ભરતભાઈ રણછોડભાઈ બારીયા (૩) શુશીલાબેન ભરતભાઈ બારીયા (તમામ રહે.પોઈચા તા.નાંદોદ જી.નર્મદા)  નાઓ તેમની પાસે આવી કહેવા લાગેલ કે તમારા ખેતરમાં ત્રણેક ફુટ જેટલી અમારી જમીન આવેલ છે જેથી અમોએ ઘાસના ડિંન્ડા રોપેલ છે જે ઘાસના ડીન્ડાની હદ છોડીને તમારે અમારા ખેતરની હદ બાજુ આવવુ નહી તેમ કહી દંપતી સાથે બોલાચાલી ઝઘડો કરી વાંસની લાકડીથી રમણભાઈ ને માથામાં મારી તથા ડાબા હાથની કોણીથી નીચેના ભાગે તથા ડાબા પગમાં સાથળના ભાગે મારી ઈજાઓ કરી તથા તેમના પત્નીને ગદડા પાટુનો માર મારી ઈજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતા રાજપીપળા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:27 AM IST)