News of Tuesday, 3rd September 2024
અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનનો ન્યૂડ ફોટો બનાવી વાયરલ કરી દીધો: ઓઢવના આકાશ ચુનારાની ધરપકડ
પોતાની સગી બહેનની સગાઈ તૂટી જતાં અને તેને બદલે પિતરાઈ બહેનની થઈ જતાં એક ભાઈ અશ્લિલ વેર લેવા મેદાને પડ્યો: સાસરિયામાં મોકલીને તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો

અમદાવાદમાં ભાઈએ તેની પિતરાઈ બહેનનો અશ્લીલ ફોટો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોતાની સગી બહેનની સગાઈ તૂટી જતાં અને તેને બદલે પિતરાઈ બહેનની થઈ જતાં એક ભાઈ અશ્લિલ વેર લેવા મેદાને પડ્યો અને તેણે આ પિતરાઈ બહેનનો અશ્લિલ ફોટો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી દીધો હતો અને તેના સાસરિયામાં મોકલીને તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદના ઓઢવમાં આઘાતનો બનાવ બન્યો છે. ઓઢવમાં એક પિતરાઈ ભાઈએ બહેનનો ન્યૂડ ફોટો બનાવીને વાયરલ કરી દીધો હતો. બહેનની સગાઈ તૂટી જતાં તેણે આવું કર્યું હતું. આરોપીનું નામ આકાશ ચુનારા છે જેણે યુવતીના ફોટો મોર્ફ કરીને અશ્લીલ ફોટો વાયરલ કર્યા. આ સંબંધમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
ઓઢવ પોલીસે આ ઘટનાને લઈને તપાસ કરતા ફોટો વાયરલ કરનાર યુવતીનો પિતરાઈ ભાઈ આકાશ હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી આકાશની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી આકાશ ચુનારા વિડિઓ એડિટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે. 4 મહિના પહેલા આરોપીની બહેનની સગાઈ માટે એક પરિવાર જોવા આવ્યો હતો જે પછી બહેનની સગાઈ નક્કી થઈ ગઈ હતી. આ પરિવાર અને યુવકને કૌટુંબિક પરિવારના સભ્યોને મળાવવા આકાશ પાસે લઈ ગયાં હતા પરંતુ આ પરિવારને આકાશ ના કાકાની દીકરી પસંદ આવી ગઈ હતી જેથી આકાશની બહેન સાથે સગાઈ કરવાનો ઇન્કાર કરીને પિતરાઈ બહેન સાથે સગાઈ કરવાનું નક્કી કર્યું.. જેથી આકાશ અને તેના પરિવારને ખુબજ દુઃખ થયું હતું..
મેં મહિનામાં પિતરાઈ બહેનના લગ્ન પણ થઈ ગયા.. અને સુખીથી જીવન જીવવા લાગી હતી..આ જોઈને બહેનના પ્રેમમાં ભાઈને મનદુઃખ થયું હતું .અને બદલો લેવા માટે પોતાની પિતરાઈ બહેનના ફોટો મોર્ફ કરીને અશ્લિલ બનાવીને સાસરિયામાં વાયરલ કરીને તેને બદનામ કરીને લગ્ન તોડવાનું ષડયંત્ર રચ્યું હતું પરંતુ પોલીસ તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
