દિલ્હીમાં દે ધનાધન ૧૦ ઇંચ ૮૮ વર્ષનો રેકોર્ડ તુટયો : છેલ્લા બે દિવસથી દેશની રાજધાની દિલ્હી પાણીની ગંભીર કટોકટી અને આકરી ગરમીનો સામનો કરી રહી હતીઃ પરંતુ આજે બધું પાણીમાં ડૂબી ગયું : છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૨૨૮.૧ મીમીથી વધુ વરસાદ નોંધાયો : અગાઉ ૨૮ જૂન, ૧૯૩૬ના રોજ ૨૩૫.૫ મીમી વરસાદ પડ્યો હતો : હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે3:09 PM IST
રાજકોટમાં રૂ. ૧૮૫ કરોડના ખર્ચે ૪ નવા ફ્લાય ઓવર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નિર્માણ થશે : શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો: ભાવનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૪૫.૬૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી: શિહોરમાં ટાઉનહોલ નિર્માણ માટે રૂ. ૮.૩૧ કરોડ અને ગોંડલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા રૂ. ૬.૯૨ કરોડના કામોની સૈદ્ધાંતિક અનુમતિ:માળિયા-મિયાણા નગરપાલિકા દ્વારા બે કરોડના ખર્ચે સી.સી રોડ નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી.6:52 PM IST
ટીવી ડિબેટમાં બિડેન - ટ્રમ્પ વચ્ચે તડાફડી : આરોપોનો વરસાદ : પ્રેસિડેશિયલ ડિબેટ પૂર્વે બંનેએ હાથ પણ ન મિલાવ્યા : ઇકોનોમી - અફઘાન - યુધ્ધ - કોરોના - વ્યકિતગત મામલાઓ અંગે ઉગ્ર ચર્ચા : ટ્રમ્પે બિડેનને ‘‘મન્ચુરિયન'' કહ્યા : ચીન પૈસા આપતુ હોવાનો આરોપ : બિડેનનો વળતો પ્રહાર... પત્ની પ્રેગનન્ટ હતી અને તમે પોર્ન સ્ટાર સાથે સંબંધ બનાવતા હતા10:44 AM IST
સેંગોલ શું છે? ચોલ વંશથી નેહરુ સુધી તેનો ઇતિહાસ શું છે; સંસદમાં મૂકાઈ ત્યારે હોબાળો કેમ થયો? : વડાપ્રધાન મોદીએ 28 મે 2023ના રોજ દેશની નવી સંસદના ઉદ્ઘાટન દરમિયાન સેંગોલની સ્થાપના કરી:સ્પીકરની ખુરશી પાસે સેંગોલ સ્થાપિત કરાયું :મોહનલાલગંજના એસપી સાંસદે સંસદમાંથી સેંગોલને હટાવવા અને બંધારણની નકલ દાખલ કરવાની માંગ કરી:સેંગોલને લગતી ચર્ચા ફરી એકવાર તેજ થઈ :જાણો શું છે સેંગોલનો ઈતિહાસ...7:24 PM IST
સંસદમાં NEET પર થયેલા હોબાળા વચ્ચે રાજ્યસભાના સાંસદ ફૂલો દેવીની તબિયત બગડી : તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા પડ્યા : સાથી સાંસદોએ સંભાળ લીધી : જુઓ વિડીયો : રાજ્યસભામાં NEET-UG પરીક્ષાના પેપર લીક મામલે વિપક્ષી સભ્યોએ સરકારને ઘેરતા ભારે હોબાળો થયો : વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ NEET મુદ્દે ચર્ચાની માંગ કરી : દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો કે રાજ્યસભામાં ખડગેનું માઈક બંધ થઈ ગયું 6:19 PM IST
નવી દિલ્હી હિમાલય સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ હિમાચલ પ્રદેશમાં વાદળો ફાટવાની અનેક ઘટના : ઉત્તર ભારતમાં આગામી 2-3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે : લોકોને નદી ચેકડેમ સહિતના વિસ્તારોમાં અવરજવર ન કરવા ચેતવણી5:03 PM IST
રાહુલનું માઈક બંધ કરી દેવામાં આવ્યું : NEET પર બોલવા દેવામાં ન આવ્યા : સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ : સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા નથી : રાહુલને એક મિનિટ પણ બોલવા દેવામાં આવ્યા ન હતા : ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે NDA સરકારના ૭ વર્ષમાં ૭૦ વખત પેપર લીક થયા છે : NEET ની ચર્ચા નિયમ ૨૬૭ હેઠળ થવી જોઈએ3:34 PM IST
નશાના કારણે વર્ષે ૩૦ લાખ લોકો ગુમાવે છે જીવ : છાંટા પાણીના શોખીનો સાવધાન! દારૂના કારણે દર ૨૦માંથી ૧ વ્યક્તિનું થાય છે મોત : દુનિયામાં લગભગ ૪૦ કરોડ લોકો એટલે કે સાત ટકા વસ્તી દારૂ અને નશીલી દવાઓના કારણે થતી બીમારીઓથી પીડીત છેઃ દારૂના સતત સેવનથી અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ મળે છે. જેમાં લીવર સાથે જોડાયેલી બીમારીઓથી લઈને કેન્સર સુધીનો સમાવેશ થાય છે9:35 AM IST
રાહુલ ગાંધીએ NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવતા સંસદ સત્રમાં ભારે હંગામો: ઘોંઘાટ વચ્ચે કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત. : રાહુલ ગાંધીએ NEET પરીક્ષા પર ચર્ચાની માંગ કરી:સ્પીકરે કહ્યું કે પહેલા તમામ સભ્યો તેમના નામ અને પત્રિકાઓ તેમની સમક્ષ મૂકે:રાહુલે ચર્ચા માટે બે મિનિટનો સમય માંગ્યો તો સ્પીકરે ફરી પોતાની વાત દોહરાવી, જેના પર વિપક્ષી નેતાઓએ હંગામો શરૂ કર્યો2:17 PM IST
હું માઈક બંધ કરતો નથી..જ્યારે રાહુલ ગાંધી બોલવા ઉભા થયા તો સ્પીકરે આવું કેમ બોલવું પડ્યું ? : જુઓ વિડિઓ : રાષ્ટ્રપતિના સંબોધન પર સંસદમાં ચર્ચા થવાની હતી પરંતુ વિપક્ષ NEET પર ચર્ચાની માંગ પર અડગ:રાહુલ ગાંધીના માઈકનો મુદ્દો પણ ગુંજી ઉઠ્યો:લોકસભા પહેલા 12 વાગ્યા સુધી અને પછી સોમવાર સુધી સ્થગિત 1:14 PM IST
અઘોરી બાબાએ અર્ધનારીશ્વર બનવાનું સપનું આવ્યું : , કેદારનાથથી ઈન્દોર આવ્યા: લિંગ પરિવર્તન કરાવ્યું : કારની સજાવટ જોઈને આશ્ચર્યચકિત :અઘોરી બાબા મૂળ દક્ષિણ ભારતના:પરિવારનો ત્યાગ કર્યા પછી તે પર્વતો, મંદિર અને આશ્રમમાં રહે છે:બાબાની પહેલા બાની ચેન્નાઈમાં સર્જરી થઈ :ઈન્દોરમાં સર્જરી બાદ પણ બાબા ડોક્ટરોની દેખરેખમાં 1:11 PM IST
IMDની આગાહી :દિલ્હીમાં હજુ ભારે વરસાદ ખાબકશે :રાજધાનીમાં સર્વત્ર જળબંબાકાર :88 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: એનસીઆર પણ તરબોળ : ભારે વરસાદથી આખું દિલ્હી જળબંબોળ :અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા:રસ્તા પર પૂર જેવા દ્રશ્યો :લોકો માટે ઘરની બહાર નીકળવું ફરી મુશ્કેલ :સવારથી જ લાંબો ટ્રાફિક જામ:મોડી રાતથી દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ12:07 PM IST
યુપીમાં ભાજપને મજબૂત કરવા આરએસએસએ ઘડી રણનીતિ :યુવાઓને જોડવા કોલેજ અને યુનિવર્સિટીમાં સક્રિયતા વધારશે: : તમામ જિલ્લામાં વિદ્યાર્થીઓની શાખાઓ શરૂ કરાશે :બેરોજગારી અને પેપર લીકને લઈને યુવાનોમાં વધતા આક્રોશથી ભાજપની સીટ ઘટી :હવે રોજગાર જેવા મુદ્દા પર કામ કરવાનો નિર્ણય : સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપશે : રોજગાર સર્જન પર ચર્ચા થશે 11:47 AM IST
સોનાના ભાવમાં વધઘટ 11:43 AM IST
કમ્પ્યુટરનું જ્ઞાન ઝીરો : મોબાઈલનો ઉપયોગ ફક્ત મનોરંજન માટે : ૯૨.૫ ટકા ભારતીયોને એક ડિવાઇસને અન્ય ડિવાઇસ કનેક્ટ તેમજ ૭૫.૪ ટકાને ફોલ્ડર અને ૭૬.૭ ટકાને કોપી પેસ્ટ કરતા આવડતું નથી : ૧૪ ટકા જ બનાવી શકે છે ટેક્ષ્ટ ફાઈલ : ૧૨ ટકા મોકલી શકે છે મેઈલ : ચંદીગઢના લોકો સૌથી વધુ કોમ્પ્યુટર ફ્રેન્ડલી : છત્તીસગઢ અને ત્રિપુરામાં ૯૬ ટકાનેᅠમેઈલ મોકલતા નથી આવડતુંᅠ11:26 AM IST
દિલ્હીના IGI એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ટર્મિનલની છત તૂટી પડતાં અનેક કાર દટાઈ, ૩ ઘાયલ, ૧ વ્યક્તિ ફસાઈ : કુલ ૨૮ ફ્લાઈટ્સ રદ : ભારે વરસાદને કારણે નોઈડા અને દિલ્હીમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા : ભારે પવનને કારણે અનેક વળક્ષો તૂટયા હોવાની પણ માહિતી છે આ સિવાય દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૧ની છત પણ પડી ગઈ હતી9:54 AM IST
કેરળમાં દુર્યોધનનું મંદિર સરકારને ચૂકવે છે ટેક્સ : કેરળના કોલ્લમમાં કૌરવ વંશના બહાદુર યોધ્ધા દુર્યોધનનું મંદિર છે : આ મંદિર દેશમાં દુર્યોધનનું એકમાત્ર મંદિર : થંડાપર (જમીન ખત) નંબરો અને સર્વેની વિગતો દર્શાવે છે કે જમીન દુર્યોધનની માલિકીની છે : કેરળમાં જ્યારથી ટેક્સ લાગુ થયો છે ત્યારથી આ જમીન પર દુર્યોધનના નામે ચૂકવવામાં આવી રહ્યો છે10:27 AM IST
આધાર પર ફોટો બદલવા માંગો છો ? બસ ૧૦૦ રૂપિયા ખર્ચો અને કામ થઈ જશે : તમે તમારા આધાર કાર્ડ પરનો જૂનો ફોટો સરળતાથી બદલી શકો છો : આધાર કાર્ડમાં માત્ર ફોન નંબર અથવા ઘરનું સરનામું જ સામેલ કરી શકાતું નથી, પરંતુ તમારો જૂનો ફોટો બદલીને નવો ફોટો અપડેટ કરી શકાય છે : UIDAIએ આ કામ માટે ૧૦૦ રૂપિયા ફી નક્કી કરી છે10:26 AM IST
રી-નીટ? નિર્દોષ-તેજસ્વી વિદ્યાર્થીઓ ભારે આઘાતમાં: હવે શું થશે? : નીટ-યુજીમાં ફરી વખત ગેરરીતિ નહીં થાય તેની ખાતરી શું ? સો મણનો સવાલ : જેન્યુઇન, મેરીટોરીયસ, સ્કોરર, ટોપર વિદ્યાર્થીઓની મનોસ્થિતિનો પણ વિચાર કરવો જરૂરી : જે વિસ્તાર-સેન્ટરોમાં પેપર લીક થયું હોય તેવા આઠ-દસ સેન્ટરો ઉપર ફરીથી નીટ લઇ શકાયઃ ૪૭૦૦થી વધારે તમામ સેન્ટરો ઉપર ર૪ લાખ વિદ્યાર્થીઓની ફરી વખત પરીક્ષા લેવાના વિચાર માત્રથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ફફડી ઉઠયા...! : આર્થિક રીતે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની સ્થિતિ પણ કફોડી બનવાની શકયતા : ગ્રેસીંગ માર્કસના વિવાદ સંદર્ભે ર૩ જુનના રોજ ૧પ૬૩ વિદ્યાર્થીઓની રી-નીટ પૂર્ણ પણ થઇ ગઇઃ પરંતુ તમામ વિદ્યાર્થીઓની રી-નીટના નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ-વાલીઓનો સરકારી સિસ્ટમ્સ ઉપરથી વિશ્વાસ જ ઊઠી જાય તો નવાઇ નહીં...! : નીટ-યુજીમાં ગેરરીતિ મામલે હાલમાં સી.બી.આઇ. તપાસ ચાલી રહી છેઃ ધરપકડો પણ થઇ છે. : નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ આ મેટર પહોંચી છેઃ તમામ વિદ્યાર્થીઓ માટે રી-નીટ ન યોજાય તે માટે વાલી મંડળો પણ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીમાં 11:36 AM IST
વડાપ્રધાને કરી હતી ભવિષ્યવાણી :, સામ પિત્રોડાની કોંગ્રેસમાં વાપસી અંગે ભાજપે શેર કરેલ જુઓ વિડિઓ : વડાપ્રધાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાર્ટી આવા લોકો દ્વારા યોજનાઓ બનાવે છે અને ગુબ્બારા છોડે છે. મને નથી લાગતું કે તેઓ આ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કરશે. થોડા દિવસોની શાંતિ પછી, તેઓ પાર્ટી છોડી દે છે અને પછી પાર્ટીના મુખ્ય પ્રવાહમાં પાછા ફરે છે12:23 AM IST
પીએમ મોદીને કારણે દુનિયાએ જાણ્યું એ લક્ષદ્વીપ બેઠક પર ફરીથી 'પંજા 'નો કબ્જો : રાહુલ ગાંધીની કોંગ્રેસને મોટી ભેટ! : કોંગ્રેસનો આરોપ છે કે લક્ષદ્વીપમાં પ્રવાસનના નામે ગુજરાતના કોર્પોરેટ ગૃહો માટે જમીનો હડપ કરી :હમદુલ્લા સઈદે કહ્યું કે રાજીવ ગાંધી દ્વારા કરવામાં આવેલ કામ કેન્દ્રના ઈશારે બગાડવામાં આવ્યું10:14 PM IST

ખાલી કરો....

ગોશાળાનું ઉદ્ઘાટન

ધડામ......

ટ્રાફિક જામ

જાનહાની....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત (સુરત)નું આ શ્રાપિત પોલીસ મથક પીઆઇ અતુલ સોનારા આશિર્વાદરૂપ બનતા ઇતિહાસ સર્જાયો : આ પોલીસ મથકના પીઆઇ સસ્પેન્ડ થવાના ભયમાં જ કયારે અહીથી બદલી થાય તેની આતુરતાથી પ્રતીક્ષા કરતા હોય છે, શ્રાપ દૂર થતાં પોલીસ સાથે લોકો પણ ત્રણ દિવસ આ અધિકારીના સન્માન માટે હરખભેર ઉત્સવ મનાવ્યો સહુથી વધુ જયાં ડ્રગ્સનો ખતરો છે, તેવા રાંદેર વિસ્તારમાં ૧ લાખની મેદનીમાં આ અધિકારીએ જાહેરમાં સોગંધ ખાધા કે માસૂમ ટીન એજરોને ઝેર પીરસતા પેડલરોને હું અન્ય પેડલરો ધ્રુજી ઉઠે તેવી સજા આપીશ પોતાના બાળકોને નજર સમક્ષ રાખી પત્ની પાસે પણ ડ્રગ્સ માફિયાઓને આ વિસ્તારનું નામ સાંભળી કાંપી ઉઠે તેવા પગલાં ભરીશ...સોશ્યલ મીડિયાનાં હોટ ટોપિક વીડિયોની ભીતરી કથા11:57 AM IST
રાજપીપળા - કેવડીયા માર્ગ પર આવતા જુનવદ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આગ લાગતા અફરા તફરી : પંપ ઉપર મેન્ટેનન્સની કામગીરી ચાલતી હોય અચાનક આગ લાગતાં બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત, સારવાર માટે ખસેડાયા: અંડર ગ્રાઉન્ડ ટાકામાં પાઇપ બદલવાની કામગીરી કરતા ટાકા વધેલા થોડાક પેટ્રોલમાં અચાનક આગ પકડતા આ ઘટના બની1:17 AM IST
છોટાઉદેપુરમાં સરકારી હોસ્પિટલ બીમાર :આધુનિક સાધનો છે પણ ચલાવનાર નથી : અનેક દર્દીઓ છે પણ નથી ડૉક્ટર! : સરકારે બિલ્ડીંગ તો બનાવી આપ્યું પરંતુ ડૉક્ટરની જગ્યાઓ ભરી નથી :RMO, જનરલ સર્જન, આંખના સર્જન, બાળકોના ડોક્ટર, ગાયનેકોલોજીસ્ટની 6 જગ્યાઓ ખાલી:હાડકાના સર્જન, નાક-કાન ગળાના સર્જન,માનસિક રોગોના તબીબ, રેડિયોલોજિસ્ટની જગ્યા મંજૂર જ નથી 12:55 AM IST
વગર પરવાને ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાનું વેચાણ કરતી મેડીકલ એજન્સીને પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર : તંત્ર દ્વારા ઇવાઇન બાયોટેક ખાતે માલીકની હાજરીમાં વિવિધ શંકાસ્પદ દવાના ૬ નમુના લઇ ચકાસણી માટે મોકલી અપાય :સ્થળ પરથી ૧૦ લાખની કિંમતની દવાઓ જપ્ત: બોગસ મેડીકલ એજન્સીના માલીક અગાઉ બનાવટી દવાની ફેક્ટરી પકડાઇ તે કૌભાંડમાં પણ સામેલ:ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા7:47 PM IST
મહેસાણા જિલ્લામાં રાશનની દુકાન સામે મોટી કાર્યવાહી :17 જેટલી દુકાનોનો પરવાનો 3 માસ માટે મોકૂફ કરાયો : ઊંઝા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી સહિતની દુકાન સામે કાર્યવાહી:ફરીથી ક્ષતિ મળશે તો કાયમી પરવાનો રદ કરાશે: ખેરાલુની મંડાલી સેવા સહકારી મંડળી સંચાલિત પરવાનો રદ કરીને 1.98 લાખનો દંડ ફટકારાયો12:21 PM IST
શહેર એસઓજીએ રાજકોટ અને રાજસ્થાનના ત્રણ શખ્સોને ૩૯ કિલો ગાંજા સાથે દબોચ્યા : કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ જય સોમનાથ સોસાયટીમાં ‘કટીંગ' વખતે જ દરોડો : રાજસ્થાન સાંચોરનો બાબુલાલ બિશ્નોઇ ૩.૯૫ લાખનો ગાંજો રાજકોટના વજેનાથ ગોસ્વામીને આપવા આવ્યો હતોઃ વજેનાથ પાસેથી નાના મવા રોડ ક્વાર્ટરનો છુટક સપ્લાયર આશુ કુશવાહા લેવા આવ્યો હતોઃ ત્રણેયને પકડી લેવાયાઃ અગાઉ ૧૦૦ કિલો ગાંજો પકડાયા પછી આ બીજો મોટો કેસઃ પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ એમ. જે. આહિર, એએસઆઇ ડી. બી. ખેરની ટીમની કાર્યવાહી : હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિરદેવસિંહ જાડેજાની સફળ બાતમી : વજેનાથનો એક ભાઇ માદક પદાર્થના કેસમાં જેલમાં છેઃ આશુને અગાઉ પણ એસઓજીએ ગાંજામાં પકડયો હતોઃ તે છુટક પડીકીઓ બનાવીને કરે છે વેંચાણ : પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની માદક પદાર્થની હેરાફેરી અટકાવવાની સુચના અંતર્ગત3:02 PM IST
ઇશ્વરીયા પાર્કમાં કલેકટર-ફોરેસ્ટ ખાતાને મહત્વની સફળતાઃ ૮ હજાર વૃક્ષો વાવવાનું મહાઅભિયાન પૂર્ણ : ગ્રીનરી જોઇ પ્રભવ જોષી ખુશખુશાલ : ફોરેસ્ટ ખાતાની પીઠ થાબડીઃ બાકી હોય ત્યાં પૂર્ણ કરવા નિર્દેશ ફોરેસ્ટ ખાતાએ વડ-ફાલસી-કણજી-લીંમડો-ઉંમરો-પીપળો-કરંજ-અર્જુન-બદામ-ગુલમહોર સહિત ૧૮ પ્રકારના વૃક્ષો વાવ્યા4:41 PM IST
જૂલાઇમાં પણ લાખો ગરીબ કાર્ડ હોલ્ડરો તુવેરદાળ તથા ચણા વગર રહેશેઃ પરમીટ જ મૂકાઇ નથી : રાજકોટ સહિત રાજયભરના સસ્તા અનાજના દુકાનદારોમાં ભારે દેકારો... : ગયા મહિને તુવેરદાળ-મીઠૂ અપાયા ન હતાઃ આ વખતે મીઠૂ અને ખાંડમાં હજુ પ૦% પરમીટ મૂકાઇઃ ૧લી તારીખે બધુ ફાઇનલ થશે... : પુરવઠા સર્વરમાંથી સતત ૧પમા દિવસે ધાંધીયાઃ માંડ ૧પ મીનીટે એક કાર્ડ કલીયર3:02 PM IST
પીએમજેએવાય-મા યોજનામાં જબરૂ કોભાંડ આચરતાં નિહિત બેબીકેર હોસ્પિટલને ૬ાા કરોડ રૂપિયાનો દંડ : લક્ષ્મીનગરમાં આવેલી હોસ્પિટલમાં ડો. હિરેન મશરૂએ સાજા નરવા નવજાત બાળકોને પણ ગંભીર બિમારી હોવાના ખોટા રિપોર્ટ ઉભા કરી દાખલ કરાવી કોભાંડ આચર્યુ હોવાનો પર્દાફાશ થયા બાદ સરકારના આરોગ્ય વિભાગે કરી આકરી કાર્યવાહી : આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. કે. એચ. મિશ્રાએ આ હોસ્પિટલને પીએમજેએવાય-મા યોજનામાંથી પણ સસ્પેન્ડ કરીઃ શહેરભરના તબિબી આલમમાં ચકચાર3:04 PM IST
ક્રિસ્ટલ સ્કુલની બસ કાદવમાં ફસાઇ ગઇ4:03 PM IST
પાણીપુરીનું પાણી, બટર, બટેટાવડા, આઇસ્ક્રીમ સહિત ૮ નમુના લેવાયા : રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. મિલ્ક પ્રોડયુસર યુનિયન લી.ને જીલ્લામાંથી દુધ પુરૂ પાડતા ટેન્કરોના ૧પ નમુનાની ચકાસણી કાલાવડ રોડના દિલખુશ પાણીપુરી, શ્રીનાથજી ભેળ પાણીપુરી, શુભમ સેન્ડવીચ, જિલ્લાની વડાપાઉં, જયશ્રી રામ ચાઇનીઝ પંજાબી, પટેલ ચાઇનીઝ પંજાબી તથા ભેરૂનાથ કસાટા આઇસ્ક્રીમમાંથી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયાઃ ૧ર ખાણીપીણીના વેપારીઓને લાઇસન્સ અંગે સુચના 3:36 PM IST
વિવિધ વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઈનની નિયમિત સફાઈ કરવા દેવાંગ દેસાઈની તાકીદ : ચોમાસા દરમ્યાન શરૂ કરાયેલ ફલડ કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરાઈ ICCC ખાતેના ફલડ કંટ્રોલ રૂમ, વોર્ડ નં.૧૧માં વગળ ચોકડી, નાનામવા ગામ પાસે સ્ટોર્મ વોટરના કેચપીટની સફાઈ અને માધાપર ગામમાં ડ્રેનેજ લાઈનના કામની કામગીરી નિહાળતા મ્યુનિસિપલ કમિશનર4:13 PM IST
બૂટલેગર હર્ષદ મહાજને મંગાવેલા ૨ાા લાખના દારૂ સાથે સાગ્રીત ચંદ્રેશ ઉર્ફે કાળીયો સહિત બે પકડાયા : સ્કોર્પિયો સાથે ચંદ્રેશ અને સુરેન્દ્રનગરના ઉત્તમારામ પુરોહિતને ક્રાઇમ બ્રાંચે કુવાડવા પાસેથી પકડયાઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એસ. ગરચર, અનિલભાઇ સોનારાની ટીમની કામગીરીઃ મહેશ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી2:51 PM IST
ખંભાલીડાની પ્રાચીન બૌધ્ધગુફાનો જીર્ણોધ્ધારઃ મુલાકાતીઓ માટે સુવિધાજનક પ્રવાસન સ્થળ : ર૦૦૩ થી ગુજરાતના દરેક મુખ્યમંત્રી, વિભાગના મંત્રી, વિપક્ષી નેતા, પુરાતત્વ નિયામકને રજુઆતો થતી રહે છે : આપણી પ્રાચીન સંસ્કૃતિ માટે સરકારમાં પુરાતત્વ વિભાગનું અલગ મંત્રાલય, વિષમ સમજતા મંત્રી અનિવાર્ય છે : કરોડોના ખર્ચે પ્રવાસન સ્થળ બની રહેલ છે જે બૌધ્ધ સ્થાપત્યોની ડિઝાઇન ઉપર બનેલ છે : બૌધ્ધ ગુફાને વિશાળ ડોમથી ઢાંકી દેવા જોઇએ તથા ઝરણું કાયમ વહેતુ રાખવા પરેશ પંડયાની માંગ : જયાબેન ફાઉન્ડેશન દ્વારા બે દાયકા કરતાં વધુ સમયની મહેનતને મળેલી સફળતા 4:34 PM IST
અમરેલી-જામનગરમાં વરસાદ બપોરે ૧૧-૪પ વાગે2:03 PM IST
પોરબંદરના ૨ દિ'ના પ્રવાસે પ્રદીપભાઇ ખીમાણી1:41 PM IST
૧૩ વર્ષના નર સાપે ૧૪ બચ્ચાંને જન્મ આપ્યો9:35 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
'ભારત અફઘાનિસ્તાનની હાર માટે દોષિત: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને T20 વર્લ્ડ કપના શેડ્યૂલ પર ઉઠાવ્યા સવાલ: પક્ષપાતનો આરોપ લગાવ્યા : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને અફઘાનિસ્તાનની સેમીફાઈનલમાં હાર બાદ T20 વર્લ્ડ કપ 2024ના શેડ્યૂલ પર સવાલ ઉઠાવ્યા: વોને આરોપ લગાવ્યો કે ટૂર્નામેન્ટનું શિડ્યુલ ભારતીય ટીમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવાયુ 10:39 PM IST
પ્રભાસ-અમિતાભની જોડી સામે શાહરૂખ-સલમાન નિષ્ફળ : કલ્કિ ૨૮૯૮ એડીએ પહેલા દિવસે કુલ ૧૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી : પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ કલ્કી રિલીઝ થઈ ગઈ છે અને તેણે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી છેઃ કલ્કિનો જાદુ દેશના તમામ સિનેમાઘરોના પડદા પર જોવા મળી રહ્યો છે11:21 AM IST
રમેશભાઇ પાંભરનો જન્મદિવસ3:39 PM IST



































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































































































