<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

વાલિયા તાલુકામાં 18 કલાકમાં રેકોર્ડબ્રેક 18 ઇંચ વરસાદ ખાબક્યો : :22 જેટલા માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો

સોસાયટી વિસ્તારો અને લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી બની

ભરૂચ શહેર અને તાલુકામાં સોમવારે 14 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકી જતા નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ, દહેજ બાયપાસ રોડ, કસક, શક્તિનાથ, કલેકટર કચેરી પાસેના ગરનાળા, લિંક રોડ પર પાણી ભરાઈ જતા કેટલાય વાહન ચાલકો અટવાયા હતા.

ભરૂચ બાદ વાલિયામાં વરસાદે કહેર વરસાવવાનું શરૂ કરતાં 18 કલાકમાં જ રાજ્યમાં રેકોર્ડબ્રેક વરસાદ સાથે વાલિયામાં 18 ઇંચ મેઘ તાંડવ આવ્યું હતું.

વાલિયા તાલુકામાં 18 ઇંચ વરસાદના કારણે 22 જેટલા માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પાણીના પ્રચંડ પ્રવાહમાં એક ડમ્પર પણ પલટી મારી ગયું હતું.

સોસાયટી વિસ્તારો અને લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી બની હતી. બીજી તરફ આજે સવારે 4 કલાકમાં જ નેત્રંગમાં પણ 5 ઇંચ વરસાદ વરસી પડતા વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકામાં આવેલા નદી, નાળા છલકાઈ ઉઠતા સર્વત્ર જાણે જળ સમાધિ લીધી હોય તેવા બિહામણા દ્રશ્યો સામે આવ્યા હતા.

(9:26 PM IST)