<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

પોલો ફોરેસ્‍ટ વિસ્‍તારમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર ૧પ દિ' પ્રતિબંધ

પોલો જંગલ વિસ્‍તારમાં આવેલ પોલો કેમ્‍પ સાઇટ તથા પોલોના જંગલો જોવા આવતા પ્રવાસીઓને હાલની ડિઝાસ્‍ટર સંબંધિત પરિસ્‍થિતિની જાણ ન હોવાથી પ્રવાસીઓનો ઘસારો વધ્‍યોઃ સાવચેતી માટે અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો

અમદાવાદ, તા. ૪ : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોલોના જંગલોમાં તથા પોલો કેમ્‍પ સાઇટ પર હાલમાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે હાલમાં વિજયનગર તાલુકામાં આવેલ વણજ ડેમમાં પાણી ફુલ સપાટીએ ભરાઇ ગયેલ છે. તેમજ હાલમાં ઉપરવાસમાં વરસાદ થઇ રહેલ હોવાથી વણજ ડેમમાં પાણીની આવક સતત વધી રહેલ છે. જેથી વણજ ડેમના દરવાજા ખોલી અને રોજ રોજ ૨૦૦૦ થી ૩૦૦૦ કયુસેક પાણીની જાવક કરવામાં આવી રહેલ છે. જેના કારણે હરણાવ નદી હાલમાં બે કાંઠે વહી રહેલ છે. જેથી સ્‍થાનિક વહીવટી તંત્ર ધ્‍વારા નદી કિનારે આવેલા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવેલ છે અને લોકો નદીમાં ના ઉતરે તે માટે તકેદારી રાખવા તાકીદ કરવામાં આવેલ છે.

  પરંતુ, પોલો જંગલ વિસ્‍તારમાં આવેલ પોલો કેમ્‍પ સાઇટ તથા પોલોના જંગલો જોવા આવતા પ્રવાસીઓને હાલની ડિઝાસ્‍ટર સબંધિત પરિસ્‍થિતીની જાણ ન હોવાથી પ્રવાસીઓનો ધસારો ખુબ વધી રહેલ છે અને પ્રવાસીઓ હરણાવ નદીના પટમાં ગમે ત્‍યા પાણીમાં ઉતરતા હોવાનું જોવા મળેલ છે. હાલના સંજોગોમા ડેમમાંથી અવાર-નવાર પાણી છોડવામાં આવી રહેલ છે. ત્‍યારે ટુંકા સમયગાળામાં પ્રવાસીઓને ખસેડવાની ફરજ પડતી હોય છે. પરંતુ, પોલો પ્રવાસન સ્‍થળ જંગલ વિસ્‍તારમાં  આવેલ  હોઇ મોબાઇલ નેટવર્કના અભાવે તાકીદના સંજોગોમાં ટેલિફોનિક કોમ્‍યુનિકેશન થઇ શકતું નથી. જેથી ટુંકા સમયગાળામાં તમામ પ્રવાસીઓને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવામાં આવે તે સંભવ થઇ શકે તેમ નથી

જેથી ભારે પુરના સંજોગોમાં જાન-માલને નુકશાન થવાની સંભાવના રહેલ હોઈ પોલો પ્રવાસન સ્‍થળે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટથી ખેડબ્રહ્માએ જાહેરનામું પ્રસિધ્‍ધ કરવા રજુઆત કરેલ છે.

હાલમાં વરસાદની આગાહી હોઇ કેચમેન્‍ટ વિસ્‍તારમાં વરસાદ થતા પાણીની આવકના અનુસંધાનમાં સપાટી જાળવવા વધુ જથ્‍થામાં પાણી છોડવાની પરિસ્‍થિતી ઉદ્ભવી શકે તેમ છે. જેથી તકેદારીના ભાગરૂપે હરણાવ જળાશયના નીચાણવાળા પોલો ફોરેસ્‍ટમાં અવર-જવર ઉપર પ્રતિબંધ રજુઆત કરેલ.

   સબબ, ઉક્‍ત રજુઆતને ધ્‍યાને લઈ પોલો જંગલમાં અવર-જવર ઉપર પ્રવેશબંધીનું જાહેરનામુ પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે.

 જાહેરનામાનો પ્રતિબંધિત વિસ્‍તાર મોજે-અભાપુર, તા-વિજયનગર, જિ-સાબરકાંઠાના ફોરેસ્‍ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્‍તા સુધીના શેડ જાહેરનામાનો પ્રતિબંધ મોજે-અભાપુર, તા-વિજયનગર, જિ-સાબરકાંઠાના ફોરેસ્‍ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્‍તા સુધીના પોલો ફોરેસ્‍ટ વિસ્‍તારમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ જાહેરનામાનો પ્રતિબંધિત સમયગાળો આ હુકમ તા.૦૩ થી તા.૧૮ સુધી ૧૫ દિવસ માટે અમલમાં રહેશે.

(12:09 PM IST)