News of Wednesday, 4th September 2024
ઉત્તરપ્રદેશમાં વહેલી સવારે ખાસ ઓપરેશન દ્વારા હત્યાના આરોપીને ઝડપી લીધો
જમીન, પેરોલ પર છૂટી ગયેલ ગંભીર ગુન્હાના ૩૬ આરોપીઓને પકડનાર અમદાવાદના એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમને મોટી સફળતા : જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને સેકટર વડા નીરજ બડગુજરની રણનીતિ સફળઃ પીઆઇ એન. ડી.નકુમ અને પીએસઆઈ જે.જી. જાડેજા સ્ટાફે બે દિવસ વેશપલટો કરી ૪ વર્ષથી વોન્ટેડ અપરાધીને સકંજામાં લીધો

રાજકોટ, તા.,૪: અમદાવાદ શહેરના ગંભીર ગુન્હાના આરોપો કર્યા બાદ જામીન મેળવી કે પેરોલ પર છૂટયા બાદ અદાલતના વોરંટ છતાં વર્ષોથી હાજર નહિ થયાની હક્કીકત આધારે ખૂબ શિસ્ત અને રીઢા અપરાધીઓ સામે કડક હાથે કામ લેવા માટે જાણીતા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા સેકટર વડા નીરજ બડગુજર સાથે રણનીતિ ઘડી તેની અમલવારી ઝોન-૬ નાં ડીસીપી રવિ સેનીનાં માર્ગદર્શન હેઠળ કાર્યદક્ષ એસીપી પ્રદીપસિંહ જાડેજાનાં નેતળત્વ હેઠળની ટીમને સુપ્રત કરવાનો નિર્ણય ફરી યથાર્થ સાબિત થયો છે.
છેલ્લાં ૪ વર્ષથી કોર્ટ મુદતે હાજર ન થતાં હત્યાના આરોપીને બે દિવસ સુધી વેશ પલટો કરી ઉતરપ્રદેશના ચિત્રકુટનાં નાના ગામ સુધી પહોંચી વહેલી સવારે ૪ વાગ્યે ઝડપી લીધો છે.
અમદાવાદ શહેરના જીઆઇડીસી વટવા રામોલ બ્રીજની નીચે ગણેશ કોર્પોરેશન ફેકટરીની અંદર ઓરડીમાં રહેતા રવિકુમાર લબઉ કોલ ઉવ. ૨૩ મૂળ રહે, બરગઢ ગામ તા. મઉ જી. ચિત્રકૂટ ઉત્તરપ્રદેશને સને ૨૦૨૦ ની સાલમાં તા. ૦૩.૦૪.૨૦૨૦ નાં રોજ પૈસાની લેતી દેતી બાબતે તેના જ બે ભાઈ અને સાથે કામ કરતા, આરોપીઓ (૧)અવધેશ લલઉ કોલ અને (૨)કવિ લલઉ કોલ દ્વારા માથાના ભાગે પાઇપના ફટકા તથા ગળદા પાટું નો માર મારી, ગંભીર ઈજાઓ કરવામાં આવતા, ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ અને સારવાર દરમિયાન ઈજા પામનાર રવિકુમાર કોલ મરણ જતા, ખૂનની કલમ નો ઉમેરો કરવામાં આવેલ અને તપાસ દરમિયાન આરોપીઓ (૧)અવધેશ લલઉ કોલ અને (૨)કવિ લલઉ કોલ મૂળ રહે. બરગઢ ગામ તા. મઉ જી. ચિત્રકૂટ ઉત્તરપ્રદેશ, જે તે વખતે પકડાયેલ હતા. આ આરોપીઓ જામીન ઉપર છૂટયા બાદ છેલ્લા ચાર વર્ષથી કોર્ટ મુદતે હાજર થયેલ નહિ અને નામદાર કોર્ટમાંથી વોરંટ નીકળેલ હોવા છતાં મળી આવતા ના હતા. જ્યારે જ્યારે પોલીસ તપાસમાં જાય ત્યારે મળી આવતા ના હતા અને પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતો.
અમદાવાદ શહેરના જીઆઇડીસી વટવા રામોલ બ્રીજની નીચે ગણેશ કોર્પોરેશન ફેકટરીની અંદર ઓરડીમાં રહેતા રવિકુમાર લલઉ કોલ ઉવ. ૨૩ મૂળ રહે, બરગઢ ગામ તા. મઉ જી. ચિત્રકૂટ ઉત્તરપ્રદેશને સને ૨૦૨૦ ની સાલમાં તા. ૦૩.૦૪.૨૦૨૦ નાં રોજ પૈસાની લેતી દેતી બાબતે તેના જ બે ભાઈ અને સાથે કામ કરતા, આરોપીઓ (૧)અવધેશ લલઉ કોલ અને (૨)કવિ લલઉ કોલ દ્વારા માથાના ભાગે પાઇપના ફટકા તથા ગળદા પાટું નો માર મારી, ગંભીર ઈજાઓ કરવામાં આવતા, ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ અને સારવાર દરમિયાન ઈજા પામનાર રવિકુમાર કોલ મરણ જતા, ખૂનની કલમ નો ઉમેરો કરવામાં આવેલ અને તપાસ દરમિયાન આરોપીઓ (૧)અવધેશ લલઉ કોલ અને (૨)કવિ લલઉ કોલ મૂળ રહે. બરગઢ ગામ તા. મઉ જી. ચિત્રકૂટ ઉત્તરપ્રદેશ, જે તે વખતે પકડાયેલ હતા. આ આરોપીઓ જામીન ઉપર છૂટયા બાદ છેલ્લા ચાર વર્ષથી કોર્ટ મુદતે હાજર થયેલ નહિ અને નામદાર કોર્ટમાંથી વોરંટ નીકળેલ હોવા છતાં મળી આવતા ના હતા. જ્યારે જ્યારે પોલીસ તપાસમાં જાય ત્યારે મળી આવતા ના હતા અને પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતો.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
