<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

હવામાન લેટેસ્‍ટ

લો પ્રેસર સીસ્‍ટમ ઉત્તર ગુજરાત નજીક સ્‍થીરઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ-ગાજવીજ થશેઃ કાલે સૌરાષ્‍ટ્રમાં પણ ગાજવીજની શકયતા

* ઉત્તર ગુજરાત નજીક લો પ્રેસર સિસ્‍ટમ સ્‍થીર

* સમગ્ર ગુજરાતમાં વાદળો છવાયેલા રહ્યા હતા.

* બંગાળની ખાડીમાં કાલે નવુ લો-પ્રેસર ઉભુ થશે, તેનું બહોળુ સરકયુલેશન પણ અસર કર્તા...

* કાલે સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્‍તારોમાં હળવો મધ્‍યમ તો કેટલાક વિસ્‍તારોમાં ર ઇંચ જેટલો વરસાદ પડી શકે, ભરૂચ-નર્મદા જીલ્લામાં ર ઇંચથી વધુ વરસાદની શકયતા.

* મધ્‍ય ગુજરાતમાં હળવો વરસાદ ચાલુ રહેશે, કોઇ કોઇ સ્‍થળે ર થી ૩ ઇંચ જેવો વરસાદ પડી શકે.

* ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શકયતા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અરવલ્લી જીલ્લામાં ર થી ૬ ઇંચ, તો કોઇ કોઇ  સ્‍થળે ૩ થી પ ઇંચ અને તીવ્ર ગાજવીજ થશે, કાલે પણ ગાજવીજ રહેશે, કાલે પણ વરસાદ ચાલુ રહેશે, ગાજવીજ વાળા અમૂક સ્‍થળે ૪ થી પ વરસાદની શકયતા.

* સૌરાષ્‍ટ્રમાં સુરેન્‍દ્રનગર, બોટાદ, મોરબી, કચ્‍છ, જામનગર-દેવભૂમિ દ્વારકા ક્ષેત્રમાં અમૂક સ્‍થળે ૧ થી ર ઇંચ અને કોઇ કોઇ સ્‍થળે ગાજવીજ સાથે ર ઇંચથી વધુ વરસાદ પડવાની શકયતા... જયારે ભાવનગર, રાજકોટ જીલ્લામાં કોઇ કોઇ સ્‍થળે ૧ થી ૧ાા ઇંચ, પોરબંદર પંથકમાં છૂટા છવાયા ઝાપટા અને કાલે સૌરાષ્‍ટ્રમાં ગાજવીજ સાથે વધુ વરસાદની શકયતા.                                (વેધર : બાય ગૌરવ રાણીંગા)

(4:24 PM IST)