તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : 8 સપ્ટેમ્બર સુધી મેઘરાજા જુદા જુદા જિલ્લાઓમાં જમાવટ કરશે
કાલે કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે

અમદાવાદ તા.૪ : આજે સવારથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘો હેત વરસાવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 8 સપ્ટેમ્બર સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, નર્મદામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે પણ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
આજે 4 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
5 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
6 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
7 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
8 સપ્ટેમ્બરના રોજ વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, નવસારી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
