<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

અમદાવાદ જિલ્લાના મહીજડાના સોહમ ઔદ્યોગિક વિસ્તારમાં મચ્છરોના બિલ્ડીંગ મળતા 65 હજારથી વધુનો દંડ વસૂલાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારના માર્ગદર્શનઅને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડની રાહબરી હેઠળ અમદાવાદ જિલ્લાના મહીજડાના સોહમ ઔદ્યોગિક વિસ્તારમાં વાહક જન્ય રોગચાળા નિયંત્રણ અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવ યોજનામાં આવી હતી. અધિક જિલ્લા મેલેરિયા અધિકારી, જિલ્લા પંચાયત ટીમ, અસલાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ દ્વારા ઔદ્યોગિક વિસ્તાર તથા કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લેવામાં આવી હતી. જે સ્થાન પર મચ્છરોના બ્રેડિંગ જોવા મળ્યા તેઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. નીહાલ  ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ 21000, લખોતિય ટેકસટાઇલ 11000, ડાયનમિક ઇન્ડસ્ટ્રીઝ 2100, સિંધુઝા ઓઇલ 5000, રતન કમલ કંપની 10000, તારા ટેકનિક પ્રા. લિ 11000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વિવિધ ફેક્ટરીઓ પાસેથી કુલ રૂપિયા 65100 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અગાઉ અમદાવાદ જિલ્લામાં કુલ 3 વખત ડ્રાંઇવ કરી નોટિસો આપવા છતાં પણ મચ્છરોનું બ્રીડિંગ જોવા મળતા દંડની વસુલાત કરવામાં આવી હતી. દંડ વસૂલાત એ કામગીરીનો વિકલ્પ નથી પરંતુ લોકોની માનસિકતા બદલાય અને ગુજરાત સરકારના 2030 માં મેલેરિયા મુક્ત ગુજરાતના અભિયાનમાં લોકો સહભાગી થાય એ ઉમદા આશયથી જ સમયાંતરે આવી ડ્રાઈવ યોજવામાં આવે છે તેમ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે સી.એમ.એમ ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

(6:24 PM IST)