<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

કેસરિયાજી પાસે તળાવ તૂટતા હાઈવે પર પાણી ફરી વળ્યા :ઉદયપુર-શામળાજી નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિકજામ

તળાવનું પાણી હાઈવે પર ફરી વળતા 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો: છેલ્લા 4 કલાકથી ટ્રાફિકજામ થવાથી વાહનવ્યવહાર ઠપ્પ

બનાસકાંઠા: ઉદયપુર-શામળાજી નેશનલ હાઈવે પર છેલ્લા 4 કલાકથી ટ્રાફિકજામ થવાથી બંધ થયો છે. કેસરિયાજી પાસે તળાવ તૂટતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે તળાવ ફાટવાની ઘટના બની છે. 

 તળાવનું પાણી હાઈવે પર ફરી વળતા 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. આવામાં નેશનલ હાઈવે પર હજારો ટ્રકો ફસાઈ છે. ગુજરાતથી રાજસ્થાનના વાહન વ્યવહારને મોટી અસર થઈ છે.ઉદયપુર-શામળાજી નેશનલ હાઇવે 4 કલાકથી બંધ છે.

(7:36 PM IST)