<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર : નવી શિક્ષણનિતીના ભાગરૂપે બદલાવ કરાયો

ધોરણ 9 અને ધોરણ 11 માં હાલ વર્ણાત્મકપ્રશ્નમાં આંતરિક વિકલ્પની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ અપાશે આ: હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર પણ ૨૦ ટકા ની જગ્યાએ 30 ટકા કરાયો : વર્ણાત્મક પ્રશ્નો નો ગુણભાર 80% ની જગ્યાએ 70%

અમદાવાદ :નવી શિક્ષા નીતિ અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે

   ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ધોરણ 9 અને ધોરણ 11 માં હાલ વર્ણાત્મકપ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે. ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર પણ ૨૦ ટકા ની જગ્યાએ 30 ટકા કરવામાં આવ્યો. ત્યારે વર્ણાત્મક પ્રશ્નો નો ગુણભાર 80% ની જગ્યાએ 70% કરવામાં આવ્યો છે.

   જિલ્લા શિક્ષણ અધિકારીઓને જણાવવામાં આવ્યુ હતુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-૨૦૨૦ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકારની મંજૂરી મેળવીને ફેરફાર કરવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-૨૦૨૦ અન્વયે ધોરણ-૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી ધોરણ-૯ અને ધોરણ-૧૧ ની હાલની પરીક્ષા પદ્ધતિમાં નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર કરી સરળીકરણ કરવા અંગે થયેલ દરખાસ્ત ઉપર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.

    વધુમાં પત્રમાં જણાવવામાં આવ્યુ હતુ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ અને ધોરણ-૧૧ (તમામ પ્રવાહ) તેમજ સંસ્કૃત પ્રથમા અને મધ્યમાની સુધારેલ પરીક્ષા પદ્ધતિ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલમાં આવશે.

   તે માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-૨૦૨૦ અન્વયે Competency Based Assessment (ક્ષમતા આધારિત મુલ્યાંકન) મુજબ તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તથા આ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ કરવા જણાવવામાં આવ્યુ હતું.

(8:58 PM IST)