News of Wednesday, 4th September 2024
રાજકોટમાં કપાસનો ભાવ રૂ.1680 સુધી બોલાયો : જાણો રાજ્યની 20 માર્કેટ યાર્ડમાં શું રહ્યો ભાવ?
સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 2052 સુધી બોલાયો :ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 179.05 ટન કપાસની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 179.05 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 2052 સુધી બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1680 રૂ. અને નીચો ભાવ 1560 રૂપિયા સુધી ગયો હતો. આ ઉપરાંત જસદણમાં 1690 રૂ., અમરેલીમાં 1684 રૂ., બાબરામાં 1681 રૂ. અને ગોંડલમાં 1661 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 179.05 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટ જિલ્લામાં 69.10 ટન, અમરેલીમાં 68.05 ટન, જૂનાગઢમાં 24 ટન, જામનગરમાં 8.40 ટન, છોટા ઉદેપુરમાં 4.10 ટન, સુરતમાં 3.70 ટન, ભરૂચમાં 1.10 ટન અને ભાવનગરમાં 0.60 ટન કપાસની આવક થઇ છે.

(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
