News of Wednesday, 4th September 2024
રાજપીપળા એસટી ડેપોમાંથી મળેલા બિનવારસી બાળક માટે મહિલા પોલીસ અને જાગૃત નાગરિકોએ માનવતા બતાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ડેપો પાસે અજાણ્યા બાળક કોઈ વાલી વારસ વિના મળી આવતા સામાજિક કાર્યકર અને બજરંગ દળના પ્રમુખ પુષ્પારાજસિહના ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક મહિલા પોલીસ સ્ટેશનમા જાણ કરી વાલી વારસ શોધવા માટે પ્રયત્ન ચાલુ કરી દેવામાં આવેલા હતા, જે દરમિયાન રિપોર્ટર ભરત ભાઇ શાહ દ્વારા આ બાબતે તાત્કાલિક બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઈ પરમારને જાણ કરતા તેઓ ઓન ડ્યુટી હાજર ન હોવા છતાં કચેરીમાં જાણ કરી ઇન્ચાર્જ અધિકારી લોપાબેન વ્યાસનું ધ્યાન દોરી તાત્કાલિક બાળ સુરક્ષા વિભાગના અધિકારી ત્રિભુવનભાઈ મકવાણા અને ટિમ દ્વારા રાજપીપલા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી બાળકનો હવાલો મેળવી વાલી વારસદારને શોધવા કાર્યવાહી કરેલ હતી, મહિલા પોલીસ વિભાગ દ્વારા પણ વિગતે તપાસ કરતા નાંદોદ તાલુકાના એક આંતરિયાંળ ગામનું બાળક હોવાનું જણાતા વાલી વારાસોને જાણ કરી તેઓને બોલાવવામાં આવેલા હતા પરુંતુ બાળ સુરક્ષા વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી બાદ જ બાળકનો હવાલો સોંપવામાં આવશે તેમ જણાવી બાળકને પ્રોવિસનલ એડોપ્શન સંસ્થા ખાતે તબદીલ કરવામાં આવેલો હતો.
આમ આ ઘટનામાં રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મધુબેન પરમાર અને હે.કો. મેઘનાબેન વસાવા સહિત અન્ય સ્ટાફે ભારે મહેનત ઉઠાવી બાળક ના ત્યાં આવેલા પરિવાર સાથે વાતચીત કરી બાળ વિભાગને આ બાળક સોંપ્યો હતો. આમ નર્મદા પોલીસ માનવતા ના કામો કરવામાં અગ્રેસર જણાઈ હતી.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
