તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Thursday, 5th September 2024
શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના: વિદ્યાર્થીનીની છેડતી કરી જાતીય સબંધની માંગણી કરનાર શિક્ષકની ધરપકડ
પ્રેમ સબંધ નહી રાખે તો પોતાના હાથની નસ કાપી નાખવાની ધમકી પણ આપતો: સોનગઢ તાલુકાના વાડી ભેંસરોટ ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના શિક્ષક મિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ

અમદાવાદ : 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. આ દિવસે આપણે સૌ આપણા શિક્ષકને શુભેચ્છાઓ પાઠવી છીએ અને તેઓના આપણાં જીવનમાં આપેલા યોગદાન બદલ આભાર માનીએ છીએ. મા બાળકને જન્મ આપે છે અને એક શિક્ષક બાળકને જીવન જીવતા શીખવાડે છે એમ કહીએ તો અતિશ્યોકિત ન ગણાય.ત્યારે એક એવો જ શર્મશાર કરતો કિસ્સો તાપીથી સામે આવ્યો છે
સોનગઢ તાલુકાના વાડી ભેંસરોટ ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવતા ચકચાર મચી છે. ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને છેડતી કરી અવાર નવાર જાતીય સબંધ બાંધવા માટે આરોપી માંગણી કરતો હતો. પ્રેમ સબંધ નહી રાખે તો પોતાના હાથની નસ કાપી નાખવાની ધમકી પણ આપતો હતો. જો કે, સમગ્ર મામલે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
