<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

ભુપેન્દ્રભાઈએ શિક્ષક કલ્યાણ નિધીમાં ફાળો અર્પણ કર્યા

 

ગાંધીનગર : મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ 'ભારતરત્ન' ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતી ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે દેશભરમાં ઉજવણી કરાય છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.શિક્ષક દિન નિમિત્તે ગુરુવર્યોના સમાજ દાયિત્વ પ્રત્યે ઋણસ્વીકારની ભાવના સાથે ફાળો અર્પણ કર્યો હતો. ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તેમજ સ્કૂલ ઓફ એચિવર્સના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધીને શિક્ષકો પ્રત્યેના આદરભાવનું આદાન-પ્રદાન કર્યુ હતું.

(2:49 PM IST)