તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 7th September 2024
શામળાજી-રતનપુર નેશનલ હાઈવે પર કાર ચાલકે અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત:એકને ઇજા
-- નેશનલ હાઈવે પર નવજીવન હોટલ પાસે સામેથી આવતી રોંગ સાઈડ કારચાલકે બાઈકને ટક્કર મારી

શામળાજી-રતનપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર કચ્છાની ગામ પાસે કાર ચાલકે રોંગ સાઈડમાં પુરઝડપે હંકારી બાઈક ચાલકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, હિંમતનગરના માળીના છાપરીયા ખાતે રહેતા અજય મકવાણા અને તેનો મિત્ર ઈન્દ્રજીત સૌલંકી ગત ગુરૂવારે બાઈક લઈ કોઈ માર્કેટિંગના કામ અર્થે અણસોલ ગામે બાઈક લઈને ગયા હતા. આ કામ પતાવી રાત્રે ઘરે પરત ફરતી વખતે નેશનલ હાઈવે પર નવજીવન હોટલ પાસે સામેથી આવતી રોંગ સાઈડ કારચાલકે બાઈકને ટક્કર મારી હતી.
આકસ્માતમાં બાઈકચાલક અને સવાર રોડ ઉપર પટકાયા હતા. જેમાં ઈન્દ્રજીત ને જમણા પગ અને ડાબા હાથના ભાગે ઈજાઓ થઈ હતી. જયારે અજયભાઈ ઈશ્વરભાઈ મકવાણાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
