News of Saturday, 7th September 2024
તહેવારોની સીઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો: :કપાસિયા તેલમાં 70 રૂપિયા અને સીંગતેલમાં 60 રૂપિયાનો વધારો
વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું

અમદાવાદ : તહેવારોની સીઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. કપાસીયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે સિંગતેલના ભાવમાં 60 રૂપિયા જેવો વધારો થયો છે.તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ પરેશાન થયા છે
વેપારીઓના માનવા મુજબ તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પીલાણ ઓછું થતાં ભાવમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ 2690 રૂપિયા છે. કપાસિયાના તેલના ડબ્બાનો ભાવ 1740 થયો છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
