તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 8th September 2024
મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર
આ મંદિર 6 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલ:મંદિર 120 ફૂટ લાંબુ, 71 ફૂટ ઊંચુ અને 80 ફૂટ પહોંળાઈ ધરાવે છે તેનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે .

અમદાવાદ : એશિયાનું સૌથી વિશાળ ગણપતિ મંદિર ગુજરાતમાં આવેલુ છે. તે અમદાવાદથી 25 કિમી અંતરે મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે આવેલુ છે. અત્યારે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે : દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે. આગામી 7-10 દિવસ સુધી ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરવામાં આવશે
આ ગણેશ મંદિર એટલું વિશાળ છે કે તેનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે. એશિયાનું સૌથી વિશાળ ગણપતિ મંદિર ગુજરાતમાં આવેલુ છે.
તે અમદાવાદથી 25 કિ.મી અંતરે મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે આવેલુ છે. અત્યારે જે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે તે પ્રસંગે આ મંદિરની પરિવાર સાથે અચૂકપણે મુલાકાત લઈ આ સમયને યાદગાર બનાવી શકાય છે.
આ મંદિરનું નામ સિદ્ધિ વિનાયક નામ મુંબઈના સિદ્ધિ વિનનાયક મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મંદિર ગુજરાતના ખૂબ જ જાણીતા પર્યટન સ્થળ પૈકી એક છે.
આ મંદિરને તમને ખાસ પ્રભાવશાળી આકાર-સંરચના માટે ઓળખી શકાય છે. આ વાતની પૃષ્ટી એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સ દ્વારા 4 જૂન 2023ના રોજ કરવામાં આવી હતી. આ મંદિર ફક્ત ભારતનું જ નહીં પણ સમગ્ર એશિયાના સૌથી મોટું ગણેશ મંદિર છે.
આ મંદિર અમદાવાદથી 25 કિમી અંતરે મહેમદાબાદ શહેરમાં વાત્રક નદીના તટ પર આવેલુ છે. આ મંદિરનું નિર્માણ 8મી જાન્યુઆરી, 2010ના રોજ શરૂ થયું હતું.
અહીં જ્યોતિને મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી લાવીને સ્થાપિત કરવામાં આવી હતી. માટે આ મંદિરને સિદ્ધિવિનાયક તરીકે ઓળખાય છે. આ મંદિર અદભુત વાસ્તુકલા માટે પ્રસિદ્ધ છે.
આ મંદિર 6 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલ છે. અને ભગવાન ગણેશની મૂર્તિની વિશાળ પ્રતિકૂતિ સ્વરૂપ તૈયાર કરવામાં આવેલ છે. આ મંદિર 120 ફૂટ લાંબુ, 71 ફૂટ ઊંચુ અને 80 ફૂટ પહોંળાઈ ધરાવે છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
