<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

વડોદરાના શિનોરમાં મહિલાની ગેંગરેપ બાદ હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ : દીયર સહિત ચારની ધરપકડ

દિયરે સાગરિતો સાથે મળીને વિધવા ભાભી પર દુષ્કર્મ આચરીને લાશને ઝાડ સાથે બાંધી દીધી હતી

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલ કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરે સેવા કરી બાજુમાં આવેલ નૌકા તાલીમ કેન્દ્રની ઓરડીમાં રહી જીવન ગુજારતા આધેડ મહિલાનો મૃતદેહ હત્યા બાદ ઝાડીમાં વૃક્ષ સાથે નગ્ન હાલતમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેમાં મહિલા પર ગેંગરેપની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. આખરે શિનોર પોલીસે આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં મૃતક મહિલાના દિયર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ગત તા. 31 ઓક્ટોબર ના રોજ ગુમ થયેલ આધેડ મહિલાનો મૃતદેહ 4 સપ્ટેબરના રોજ નગ્ન હાલતમાં ઝાડના થડ સાથે કપડાથી બાંધેલ હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે મૃતક મહિલાની દીકરીએ ફરિયાદ નોંધાવતા શિનોર પોલીસે હત્યાની આશંકા એ તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં મૃતક આધેડ મહિલાને તેના જ દિયર કિરણ વસાવાએ પોતાના અન્ય સાગરિતો સાથે મળીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. કિરણે પોતાના સાગરિતો સાથે મળીને પોતાની વિધવા ભાભી પર દુષ્કર્મ આચરીને તેના મૃતદેહને ઝાડ સાથે બાંધીને ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે આ

(8:31 PM IST)