News of Monday, 9th September 2024
ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે ગુરુવારથી 7 દિવસ ધજા મહોત્સવ:માઈભક્તો રાતે પોણા 10 સુધી દર્શન કરી શકશે
મંદિર પરિસરમાં મહેંદી ઉત્સહ, બહેનો 'મા ઉમિયા ધજા મહોત્સવ' અથવા 'શ્રદ્ધાના શિખર પર મારી એક ધજા' એવી મહેંદી મૂકાવશે

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલા કડવા પાટીદાર સમાજના કુળદેવીના મંદિરમાં માઁ ઉમિયાના પ્રાગટ્યના 1868 વર્ષની ઉજવણી સંદર્ભે આગામી 12 સપ્ટેમ્બરથી ધજા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. જેને લઈને માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ ધજા મહોત્સવ અંતર્ગત આવતીકાલે ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં મહેંદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનોના હાથમાં 'મા ઉમિયા ધજા મહોત્સવ' અથવા 'શ્રદ્ધાના શિખર પર મારી એક ધજા' એવી મહેંદી મૂકાવશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા 8 કલાકે ધજા મહોત્સવનો શુભારંભ કરાવવામાં આવશે.
12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર એમ 7 દિવસના ધજા મહોત્સવને લઈને માતાજીના મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સવારે 6 કલાકે શણગાર આરતી થશે. જ્યારે સાંજે સાડા 7 કલાકે સંધ્યા આરતી તેમજ રાતે પોણા 10 કલાકે શયન આરતી કરવામાં આવશે. જ્યારે સવારે 6 વાગ્યે શણગાર આરતી થાય ત્યારથી શયન આરતી થાય ત્યાં સુધી માઈભક્તો માતાજીના દર્શન કરી શકશે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
