News of Tuesday, 10th September 2024
સુરતના ઉમરાપાડા તાલુકામાં બારે મેઘ ખાંગા :4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર
તાલુકાની વીરા નદીમાં પાણીની આવક થતા નદી ગાંડીતૂર બની:પિનપુરથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી

સુરતના ઉમરાપાડા તાલુકામાં આભ ફાટ્યું છે. વહાર ગામેથી પસાર થતી નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સવારે માત્ર 4 કલાકમાં 10 ઇંચ જેવો ધોધમાર વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટા ભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે
ઉમરપાડા તાલુકાની વીરા નદીમાં પાણીની આવક થતા નદી ગાંડીતૂર બની છે. પિનપુરથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી થઇ રહી છે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
