<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

આજે સુરત, તાપી, નવસારી, દાહોદ, નર્મદા જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદથી હવામાન વિભાગની આગાહી

આજથી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો હળવો-મધ્યમ વરસાદ પડશે

 અમદાવાદ તા. ૧૦ઃ આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્ના છે. ખાસ કરીને સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આજે સુરત, તાપી, નવસારી, દાહોદ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
આજે ૧૦ સપ્ટેમ્બરના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
૧૧ સપ્ટેમ્બરના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
૧૨થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

(3:48 PM IST)