તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Wednesday, 11th September 2024
નશાની હાલતમાં થતા અકસ્માતમાં વળતરના ચુકવણા માટે ખુદ વાહનચાલક જવાબદાર રહેશે: ગુજરાત હાઇકોર્ટ
માત્ર ઈન્શ્યોરન્સ કંપની પર વળતરની જવાબદારી નહીં થોપી શકાય: કોર્ટે કહ્યું -ઈન્સ્યોરન્સ કંપની ઈચ્છે તો વાહનચાલક પાસે ચૂકવેલુ વળતર વસૂલ કરી શકે

અમદાવાદ : નશાની હાલતમાં થતા અકસ્માત મુદ્દે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે. નશાની હાલતમાં થતા અકસ્માતમાં વળતરના ચુકવણા માટે ખુદ વાહનચાલક જવાબદાર રહેશે. માત્ર ઈન્શ્યોરન્સ કંપની પર વળતરની જવાબદારી નહીં થોપી શકાય.
વધુમાં કોર્ટે ઉમેર્યુ કે ઈન્સ્યોરન્સ કંપની ઈચ્છે તો વાહનચાલક પાસે ચૂકવેલુ વળતર વસૂલ કરી શકે છે. બનાસકાંઠામાં 2016માં થયેલા અકસ્માતના કિસ્સામાં હાઇકોર્ટનું અવલોકન છે કે શરીરમાં 30 MG દારૂનું પ્રમાણ મળી આવે તો પણ ગુજરાત રાજ્યમાં તે કાયદેસર નથી.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
