News of Wednesday, 11th September 2024
મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભારે આવક: 2 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયુ : 128 ગામોને એલર્ટ કરાયા
લોકોને નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા અપાઇ સૂચના અપાઈ

મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. આજે રાતે 9 કલાકે 2 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે ડેમના દરવાજા મારફતે 1,79,600 ક્યુસેક પાણી છોડાયુ છે પાવર હાઉસ દ્વારા 20,400 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ હતું
તંત્રએ નદી કાંઠાના 128 ગામોને એલર્ટ કર્યા છે. મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા અપાઇ સૂચના અપાઈ છે. હાલ કડાણા ડેમની સપાટી 417 ફૂટ 5 ઇંચ પર મુકાઈ છે. હાલમાં ડેમમાં 1,47,546 ક્યુસેક પાણીની આવક થઈ છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
