<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ચૂંટણી ખેસની ચમકમાં છુપાયેલા શોષણનું સત્‍ય : ખેસમાં નેતાઓનો ગર્વ પણ શ્રમિકોના નસીબમાં તો એક ખેસ પર માત્ર ૧.૭૫ રૂપિયાનું ચિલ્‍લર : રાજકારણીઓના સફેદ પોશાકો પર શોભતો ખેસ માત્ર ટેક્‍સટાઈલ સિટીના અર્થતંત્રનો ભાગ નથી, પરંતુ રાજકારણની જેમ જ એ માનવશ્રમ અને અસમાનતાનું દર્પણ છે રંગબેરંગી ખેસ પાછળ છુપાયેલા પરિશ્રમને ઓળખવું અને તેમને યોગ્‍ય મુલ્‍ય મળે તેવી દરકાર કરવાનું સુઝી નથી રહ્યું : સિલ્‍ક સિટીના લીરાં ઊડાવતી આર્થિક અસમાનતામજૂરનો આવકમાં ભાગઃ ૧૦-૧૫ ટકા, પીસ રેટ : પ્રતિ ખેસ રૂ. ૨૦થી ૫૦, દૈનિક આવકઃ રૂ. ૨૫૦થી ૪૦૦, માસિક આવકઃ ૮થી ૧૧ હજાર, વચેટિયાઓનો ગાળોઃ ૩૦-૪૦ ટકા, વેપારી-રિટેલરનો નફોઃ ૪૦-૫૦ ટકા : પરસેવો પાડી ધાગા કટિંગનું કામ કરતા શ્રમિક, મલાઈ ખાય વચેટિયા10:14 AM IST