News of Thursday, 12th September 2024
૨૩ માર્ચ ૨૦૨૫ના ગુજકેટની પરીક્ષા
૩ જાન્યુ.થી તા.૨ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદ તા.૧૨: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ૨૦૨૫નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો વેબસાઈટ પર શેડ્યૂલ ચકાસી લેવું.
ગુજરાત CET એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) પરીક્ષા એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે છે. આ પ્રવેશ પરીક્ષા દ્વારા ગુજરાતની કોલેજોમાં પ્રવેશ મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષા ૨૩ માર્ચ ૨૦૨૫ના રોજ લેવામાં આવશે. આ ૩ કલાકની પરીક્ષા પેન પેપર મોડમાં લેવામાં આવશે. પરીક્ષા ૧૨૦ ગુણની હશે અને ૧૨૦ પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક સાચા જવાબ માટે +૧ ગુણ આપવામાં આવે છે અને દરેક ખોટા જવાબ માટે ચોથો ગુણ કાપવામાં આવે છે.
GUJCET પરીક્ષા માટે અરજી કરવા માટે, વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૭ વર્ષ હોવી આવશ્યક છે. ઉપરાંત, ઉમેદવારોએ ધોરણ ૧૨માં ગણિત અને ભૌતિકશાષા (ફરજિયાત વિષય)નો અભ્યાસ કર્યો હોવો જોઈએ. જ્યારે અન્ય વિષયોમાં કોમ્પ્યુટર, જીવવિજ્ઞાન અને રસાયણશાષા જેવા વિષયોમાં લઘુત્તમ ગુણ ૪૫ ટકા હોવા જોઈએ જ્યારે અનામત શ્રેણી માટે તે ૪૦ ટકા છે.
અરજીઓ ૩જી જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થશે અને છેલ્લી તારીખ ૨જી ફેબ્રુઆરી ૨૦૨૫ છે. એડમિટ કાર્ડ માર્ચમાં બહાર પાડવામાં આવશે અને આન્સર કી ૪ એપ્રિલની આસપાસ રિલીઝ થઈ શકે છે. ફાઈનલ આન્સર કી પણ એપ્રિલમાં આવશે અને તે પછી મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
