News of Thursday, 12th September 2024
વડોદરામાં ભારે વરસાદથી સર્જાયેલ પુરના પગલે મુખ્યમંત્રી, તમામ મંત્રીઓ અને ભા.જ.પા.ના તમામ ધારાસભ્યો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહતનિધીમાં જમા કરાવશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત તમામ મંત્રી અને ધારાસભ્યોએ એકજૂટ થઇ જન હિતલક્ષી નિર્ણય કર્યો

ગાંધીનગર :પ્રજાની તકલીફ માં પ્રજાની પડખે રહેવું તે ભારતીય જનતા પાર્ટીની તાસીર રહી છે. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. જેની વચ્ચે વડોદરામાં ભારે વરસાદથી પુરની સ્થિતિનું નિર્માણ થયું હતુ.
આ પરિસ્થિતીમાં પણ પ્રજાની પડખે રહીને તેમને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત તમામ મંત્રી અને ધારાસભ્યોએ એકજૂટ થઇ જન હિતલક્ષી નિર્ણય કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી, તમામ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધીમાં જમા કરાવશે.
આ તમામ પ્રજાના પ્રતિનિધીઓ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધીમાં પ્રાપ્ત થનાર રકમ વડોદરાના પુર પીડિતોના પુન:વસન અને તેમના મદદ માટે ઉપયોગમાં લેવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
