<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

"શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, વિરમગામમાં શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાનો થયો પ્રારંભ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ભાદ્રપદ  - ભાદરવો માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાના માસ. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા- પોઢાડવા અને એમને ઝુલાવવા. શ્રવણ ભક્તિ કરી હૃદય આનંદથી વિભોર બની જાય છે.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, વિરમગામમાં "શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા - સંસ્કૃતમાં "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર"  ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથા - જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજી બાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાનાં અનેકવિધ દિવ્ય ચરિત્રો છે. જેનું રસપાન સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી કરાવી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, વિરમગામના વડીલ સંતવર્ય શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, શ્રી અનાદિપુરુષદાસજી સ્વામી, શ્રી ત્યાગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં તા. ૧૧-૯-૨૦૨૪, બુધવારથી તા. ૧૫-૯-૨૦૨૪ રવિવાર - પંચદિનાત્મક - ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાવાર્તાનો સમય બુધવારથી શનિવાર સુધી રાત્રે ૮:૧૫ નો રહેશે અને કથા પૂર્ણાહુતિ રવિવારે સવારે ૮:૩૦ કલાકે રહેશે. સૌ ધર્મ પ્રેમી ભાવિકોને કથાવાર્તા શ્રવણ કરવા માટે ઉપસ્થિત રહેશો. શુભ સ્થળ:- શ્રી સ્વામિનારાયણ મંદિર, વિરમગામ, સર્વોદય સોસાયટી, માંડલ રોડ - વિરમગામ.

(7:39 PM IST)