<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

અમદાવાદમાં કોરોના બાદ યુવાનોમાં અચાનક હીપ રિપ્‍લેસમેન્‍ટનું પ્રમાણ વધ્‍યું

હિપ રિપ્‍લેસમેન્‍ટના દર ૨૦માંથી ત્રણથી ચાર દર્દી કોવિડ હિસ્‍ટ્રી વાળા જોવા મળ્‍યા

અમદાવાદ,તા.૧૪: શહેરનના યુવાનોમાં હિપ-રિપ્‍લેસમેન્‍ટ ઓચિંતુ વધ્‍યું છે. જેમાં ૮૦% દર્દીઓ ૫૦ વર્ષથી ઓછી વયના છે. કોરોના મહામારી પછી યુવાનોમાં અચાનક હિપ-રિપ્‍લેસમેન્‍ટ સર્જરીનું પ્રમાણ વધ્‍યું છે, કોરોનાની બીમારી અને સારવાર દરમિયાન સ્‍ટીરોઇડના વધુ પડતા ડોઝ પણ આ માટે કારણભૂત મનાય છે, આ ઉપરાંત વધુ પડતો દારૂ પીવા જેવા કારણ પણ જવાબદાર છે.

કોવિડ પહેલાં ખાનગી હોસ્‍પિટલમાં જયાં દર મહિને ૨૦ હિપ રિપ્‍લેસમેન્‍ટ સર્જરી થતી હતી તે વધીને ૨૬થી ૩૦ આસપાસ પહોંચી છે એટલે કે ૪૫ ટકા જેટલો વધારો થયો છે, આવી જ સ્‍થિતિ અન્‍ય હોસ્‍પિટલોની છે, એટલું જ નહિ પરંતુ સર્જરી કરાવનારા ૮૦ ટકા દર્દી ૫૦ વર્ષથી ઓછી વયના છે. સરકારી હોસ્‍પિટલના તબીબનું કહેવું છે કે, થાપાના બોલમાં લોહી ફરતો બંધ થાય, સાંધો ખરાબ થાય તેવા ૯૫ ટકા જેટલા દર્દીઓ બીજા કે ત્રીજા સ્‍ટેજે સારવાર માટે આવતાં હોય છે.

(2:55 PM IST)