<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

એસ.ટી.નો નિર્ણયઃ અંબાજીથી ગબ્‍બરનું ભાડું રૂ. ર૦ના બદલે ૧પ લેવાશે

અમદાવાદ તા. ૧૪: વિશ્‍વ પ્રખ્‍યાત પ૧ શકિતપીઠ એવા અંબાજી ધામમાં ભાદરવી મહા કુંભનો મેળો જામ્‍યો છે. આ મેળામાં દૂર દૂરથી યાત્રિકો યાત્રાએ આવી રહ્યા છે. અંબાજીથી ગબ્‍બર પણ નજીક હોવાથી યાત્રિકો બસમાં માં અંબેના પ્રાગટયધામ ગબ્‍બરની યાત્રા કરે છે. ત્‍યારે અચાનક મેળા સમયમાં એસ.ટી. નિગમે અંબાજીથી ગબ્‍બરના ભાડામાં રૂ. ૭નો તોતિંગ વધારો કર્યો હતો.

જોકે અગાઉ આ ભાડું રૂ. ૧૩ લેવાનું હતું. જે વધારી રૂ. ર૦ કરાયું હતું. જોકે આ વિવાદ વકરતા આખરે એસ.ટી. નિગમે પીછેહઠ કરી આ ભાડામાં પાંચ રૂપિયાનો ઘટાડો કરી, વિવાદ શાંત કરવા પ્રયાસ ધર્યો હતો.

(2:56 PM IST)