તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Monday, 16th September 2024
શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટીંગ નરેન્દ્રભાઇની અધ્યક્ષતામાં અમદાવાદમાં યોજાઇ
નવા ટ્રસ્ટી તરીકે વિશદ પદ્મનાભભાઇ મફતલાલની નિમણુંકઃ પી.કે.લહેરી, હર્ષવર્ધન દિવેટીયા સહિતના ઉપસ્થિતઃ વિકાસકાર્યોની ચર્ચા-વિચારણા

(દિપક કક્કડ-મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) વેરાવળ-પ્રભાસપાટણ,તા. ૧૬: વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક ગાંધીનગર રાજભવન ખાતે ગતરાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ મંદિર માસ્ટર પ્લાન માટે ચર્ચા વિચારણા સોમનાથ મંદિરના માસ્ટર પ્લાનનું પ્રેઝનેટેશન પણ વડાપ્રધાનને નિહાળ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની એક ખાલી જગ્યા પર નિયુક્તિને મંજૂરી આપી હતી. વિશદ પદ્મનાભ મફતલાલની નિમણૂક કરાઇ છે. વિશદ પદ્મનાભ સદગુરુ સેવાસંધ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે નવીન ફ્લોરાઇન ઇન્ટરનેશનલના ચેરમેન છે મફતલાલ ગ્રુપની વિવિધ કંપનીઓ અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટીઓ પી કે લહેરી અને હર્ષવર્ધન દિવેટિયા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે તૈયાર થયેલા માસ્ટર પ્લાન અને શ્રધ્ધાળુઓ માટે વિકસાવવામાં આવનારી સુવિધાઓ અંગે વડાપ્રધાને રસપૂર્વક પ્રેઝન્ટેશનમાં નિહાળી હતી.
મોદીએ સોમનાથ મંદિરના વિકાસ માટે ચાલી રહેવા કામો અંગે પ્રગતિની તથા હવે પછી હાથ ધરાનાર કાર્યો અંગેની વિગતો પણ જોઇ હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તે કારણે તેમજ વરિષ્ઠ રાજનેતા લાલકૃષ્ણ અડવાણીની નાદુરસ્તી તબીયત તથા જે.ડી.પરમાર નાદુરસ્ત તબીયત કારણે ઉપસ્થિત રહી શકયા ન હતા.જ્યારે અન્ય ટ્રસ્ટીઓ પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, હર્ષવર્ધન દિવેટીયા આ બેઠકમાં સામેલ થયા હતા. માસ્ટર પ્લાન આર્કિટેકટ રાજીવ કટપાલિયાએ પ્રેઝન્ટેશન કર્યું હતું.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
