<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભાગવત સપ્‍તાહમાં ગોવર્ધન મહોત્‍સવની ધામધૂમપૂર્વક ભવ્‍ય ઉજવણીઃ પૂ. જીગ્નેશદાદાની દિવ્‍યવાણીએ ભાવિકોને ભીંજવ્‍યા : રાજકોટ લોહાણા મહાજનના સંગાથે હજ્‍જારો ભાવિકો કૃષ્‍ણમય બન્‍યા : ઉત્‍સાહના ઘોડાપુર * અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના સભ્‍યો, ધારાસભ્‍યો જીતુભાઇ સોમાણી અને ભગવાનભાઇ બારડ, રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, વરીષ્‍ઠ ધારાશાષાી યોગેશભાઇ લાખાણી, પાટીદાર મોભીઓ-અગ્રણીઓ મૌલેશભાઇ ઉકાણી તથા નરેશભાઇ પટેલ, પૂર્વ મંત્રીઓ આર.સી.ફળદુ તથા ડો. વલ્લભભાઇ કથીરીયા, આર.સી.સી. બેન્‍કના સી.ઇ.ઓ. અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, વિખ્‍યાત કલાકાર સાંઇરામ દવે, શ્રી વિષ્‍ણુ પ્રસાદ દવે, જાણીતા દાતા ભવાનભાઇ રંગાણી, આર.બી.એ.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, લોહાણા સમાજના બારોટજી શ્રી નિકુલભાઇ, રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવ, પાર્થભાઇ ગણાત્રા, સોની સમાજના અગ્રણી પ્રભુદાસભાઇ પારેખ, મહેન્‍દ્રભાઇ નથવાણી, આઇ.એમ.એ. રાજકોટના હોદ્દેદારો સહિતના મહાનુભાવોએ હાજર રહી પવિત્ર ભાગવત કથાનો લ્‍હાવો લીધો : શ્રી કૃષ્‍ણ ભકિતનો જબ્‍બર માહોલ સર્જાયો * સમગ્ર ભાગવત સપ્‍તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહ્યા છે * વિશ્વના લાખો લોકો ફેઇસ બુક ઉપર અકિલા ન્‍યુઝ ડોટ કોમ તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલ ઉપર પણ પવિત્ર કથાનું રસપાન કરી રહ્યા છે * લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા કાબિલેદાદ આયોજન4:14 PM IST

એકવાર ભગવાનની આંખમાં જોઈ લો પછી બીજું જોવાની ઈચ્‍છા નહી થાયઃ પૂ. જીગ્નેશદાદા : લોહાણા મહાજન આયોજિત શ્રીમદ્‌ ભાગવત કથામાં પાંચમા દિવસે ગોવર્ધન મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરાઇ : * નંદબાબાએ કરેલી ૨ લાખ ગાયના દાનનો મહિમા કહ્યો હતો અને સમજાવ્‍યું હતું કે, જે વસ્‍તુ આપણા માટે આવશ્‍યક છે તેમ છતાં જો આપણે તેનું દાન કરીએ તેને શ્રેષ્ઠ દાન કહેવાય * શેઠ બનશો તો મજા આવશે પણ દાસ બનશો તો આનંદ મળશે અને આનંદનો અર્થ છે પરમાત્‍મા * ભગવાન આપણી આ કથાના માધ્‍યમથી આપણે ત્‍યાં પ્રગટ થયા છે અને હવે કથાના બે દિવસ બાકી રહ્યા છે જો બની શકે ને તો રાજકોટમાં જેટલા લોહાણા સમાજના ઘર છે એ બધાના ઘરે બે દિવસ મુખ્‍ય દ્વાર ઉપર એક તોરણ બનાવીને બાંધજો. બે દિવસ ઠાકોરજીને થાય કે મારું સ્‍વાગત બરાબર થયું છે * આ સંસારમાં સૌથી અઘરું કામ હોય તો તમારા દ્વારા થયેલા કામનો યશ કોઈ બીજાને આપી દેવો એ બહુ અઘરું છે * ચિંતા નહીં પરમાત્‍માનું ચિંતન કરવું, ચિંતન થકી દરેક કાર્યનું પરિણામ બદલી શકે છે ધ્‍યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરૂ વાકયમ મોક્ષ મૂલમ ગુરુ કળપા4:04 PM IST

મમતા સરકારને કોલકાતા હાઈકોર્ટનો મોટો ઝટકો, હાવડામાં રામ નવમી રેલી યોજવાની આપી મંજૂરી : હિન્દુ સંગઠન અંજનીપુત્ર સેનાને હાવડામાં પ્રસ્તાવિત રૂટ પર રામ નવમી રેલી યોજવાની શરતી મંજૂરી: રેલી નરસિંહ મંદિરથી શરૂ થશે અને જીટી રોડ થઈને હાવડા મેદાનમાં થશે સમાપ્ત, હથિયારો રાખી શકાશે નહિ, ધ્વજ અને પ્લાસ્ટિકની ગદા લઈ જઈ શકાશે :કોલકાતા હાઈકોર્ટે હિન્દુ સંગઠન અંજની પુત્ર સેનાને હાવડામાં પ્રસ્તાવિત રૂટ પર રામ નવમી રેલી યોજવાની મંજૂરી આપી હતી. કોર્ટે 6 એપ્રિલે રામ નવમી રેલી યોજવાની પરવાનગી આપી છે. કોર્ટે શરતોમાં કહ્યું કે કોઈપણ વ્યક્તિએ રેલીમાં હથિયારો ન રાખવા જોઈએ. લોકો ધ્વજ અને પ્લાસ્ટિકની ગદા લઈને જઈ શકે છે.5:18 PM IST

ફિલ્મો થકી દેશ ભક્તિ કરનાર અભિનેતા મનોજ કુમારની વિદાય : ૧૨ વર્ષના હતા ત્‍યારે તેમણે દિલીપ કુમારની ફિલ્‍મ શબનમ જોઈ. અહીંથી તેમણે નક્કી કર્યુ કે તેઓ પણ એક્‍ટર બનશે. આ ફિલ્‍મ પરથી પોતાનું નામ ‘મનોજ કુમાર' રાખ્‍યું. * લગભગ ૪૦ વર્ષની ફિલ્‍મ કારકિર્દીમાં, મનોજ કુમારે ફિલ્‍મોમાં કામ કર્યુ અને પોતે પણ ફિલ્‍મોનું નિર્માણ કર્યુ * અભિનેતાએ ઈમરજન્‍સીનો વિરોધ કરીને સરકારને નારાજ કરી હતી. * ભગતસિંહ તેમના બાળપણના હીરો હતા. તેઓ દિલ્‍હી અને અમૃતસર જતા અને મદ્રાસમાં હિન્‍દુ અખબારની લાઇબ્રેરીમાં સંશોધન કરવામાં કલાકો ગાળતા. * નિરાશ થયેલા અમિતાભ બચ્‍ચન જયારે મુંબઈ છોડીને દિલ્‍હી પાછા જવાનું વિચારી રહ્યા હતા ત્‍યારે મનોજ કુમારે રોક્‍યા અને તેમને ફિલ્‍મ ‘રોટી, કપડા ઔર મકાન'માં તક આપી. * ધર્મેન્‍દ્રને ૩૫૦ રૂપિયા અને મનોજ કુમારને ૪૫૦ રૂપિયા આપવામાં આવ્‍યા હતા. તો મનોજ કુમારે કામ કરવાની ના પાડી હતી.3:41 PM IST

સમુદ્રમાં હચમચી ઉઠ્યો ! ‘રેકજેન્સ રિજ’માં ૬.૯ની તીવ્રતાએ ભૂકંપનો ઝટકો : સમુદ્રની મધ્યમાં આવેલા ‘રેકજેન્સ રિજ’ વિસ્તારમાં ૬.૯ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે, જે યુનાઇટેડ કિંગડમ અને આઇસલેન્ડ વચ્ચે સ્થિત છે. આ ઘટના ૩ એપ્રિલના રોજ બની, અને ડિજિટલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલો મુજબ, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની ઊંડાઈમાં હોવાથી તટીય વિસ્તારોમાં તાત્કાલિક નુકસાનના સમાચાર નથી. જોકે, ભૂસ્તરશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આ વિસ્તારમાં ટેક્ટોનિક પ્લેટની હિલચાલને કારણે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બની શકે છે. સોશિયલ મીડિયા પર આઇસલેન્ડના નાગરિકોએ આ ઝટકાને “અસામાન્ય” ગણાવ્યો છે.9:34 AM IST

વિમલ એંધાણીની મિત્ર સુનિલના હાથે હત્‍યા : રાજકોટના ઘનશ્‍યામનગરના યુવાનને સંત કબીર રોડના નાલા પાસે છરીના ઘા ઝીંકાયાઃ આરોપીને રાતોરાત આજીડેમ પોલીસે સકંજામાં લીધો : બંને વચ્‍ચે લાંબા સમયથી ફોનમાં ગાળાગાળી થતી હતીઃ ગત રાતે ૩૬ વર્ષિય વિમલભાઇ એંધાણી ડ્રાઇવીંગની નોકરી પુરી કરી પોસ્‍ટઓફિસ પાસે ગાડી પાર્ક કરી ચુનારાવાડમાં માવતરે રોકાયેલી પત્‍નિને તેડવા જતો હતો ત્‍યારે વાત કરવાના બહાને મિત્રએ બોલાવી છરીના ઘા ઝીંકી દીધાઃ હોસ્‍પિટલમાં દમ તોડી દીધોઃ પરિવારમાં ગમગીની : ઝડપાયેલા સુનિલનું રટણ-વિમલ તેનો માલ વેંચવાનું કહી ગાળો દઇ ઝઘડો કરતો હતોઃ રાતે ફોનમાં બોલાચાલી થઇ અને તે યાર્ડ સામે આવતાં હુમલો કરી દીધોઃસ્ત્રીપાત્ર અંગે પણ તપાસ2:29 PM IST

૧ર માર્ચથી ૬ એપ્રિલ ૧૯૩૦: ગાંધીની આંધી... સાબરમતીથી દાંડી : તારીખ અઢારમી માર્ચે બોરસદ ખાતે ગાંધીએ કહ્યું; એક સમયે હું આ સલ્‍તનત તરફ પૂરો વફાદાર હતો અને બીજાને વફાદારી શીખવતો... ‘ગોડ સેવ ધ કિંગ' એવું હૃદયપૂર્વક ગાતો પણ અંતે મારા આંખના પડળ ઉતર્યા અને ભ્રમણા ભાંગી અને સમજયો કે સલ્‍તનત વફાદારીને લાયક નથી, તે મને રાજદ્રોહને લાયક લાગી તેથી રાજદ્રોહને મારો ધર્મ કરી બેઠો છું, હવે આપણે થાક્‍યા છીએ, આ રાજની ધુંસરીમાંથી છૂટી જવું જોઈએ અને સ્‍વરાજ લેવા સારૂં જે કષ્ટ વેઠવા પડે તે વેઠવા તૈયાર છીએ, સ્‍વરાજ લેવું એ આપણો ધર્મ છે, અધિકાર છે! : જે રાજયમાં મીઠા પર સમાન કર નખાતો હોય, પોલીસ-લશ્‍કર પાછળ લખલુંટ ખર્ચ થતો હોય, જે રાજયનો મોટો સુબો રૈયતની આવક કરતા પાંચ હજાર ગણો પગાર લેતો હોય, જયાં અફીણ-દારૂમાંથી કરોડો મેળવાતા હોય, પરદેશથી કાપડ આવતુ હોય, જયાં કરોડો લોકો બેકાર રહેતા હોય એવા રાજયનો નાશ કરવા, એનો દ્રોહ કરવો અને પ્રતિ ક્ષણ પ્રાર્થના કરવી કે રાજનિતિ ભલે બળી જાય! એ ધર્મ છેઃ મહાત્‍મા ગાંધી : સરકાર ઘી ઉપર કર લે તે સમજી શકાય, દારૂ કે બીડી ઉપર કર નખાય પણ આ સરકાર તો એવી ચતુર, બહાદુર અને રાક્ષસી છે કે ગરીબમાં ગરીબ લોકો જે વસ્‍તુ ખાય તેની ઉપર કર નાખે છે, એટલું સારું છે કે તે હવા ઉપર કર નથી લેતી, પાણી ઉપર તો કર નાખેલો જ છે અને મીઠા ઉપર તો સેંકડે ચૌદસો ટકા જેટલો કર છે, જે દુર થવો જ જોઇએ2:33 PM IST