<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

વલસાડ જીલ્લાના વાપીમાં ૧ ઇંચઃ ૩૦ તાલુકામાં હળવો વરસાદ

ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ તા. ૧૬: ગુજરાતમાં રવિવારના રોજ મેઘરાજાએ રજા લીધી હતી. છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો કે એક પણ તાલુકામાં ૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો નથી. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં રર મીમી વરસાદ વરસ્યો છે. જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે

(3:31 PM IST)