<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

આઈપીઓમાં રોકાણ કરવાનું જણાવીને આશરે ૩૫.૩૧ લાખની છેતરપિંડી થઇ

ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ થવાના કિસ્સાઓમાં વધારોઃશેર માર્કેટ અને આઈપીઓ માં રોકાણ કરવા માટે અલગ-અલગ બેંક એકાઉન્ટ ની અંદર ૩૫.૩૧ લાખ રૃપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી

સુરત, તા.૧૬

શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણિ સ્કીમો બતાવી લોકો સાથે છેતરપિંડી કરનારા બે ઠગબાજોની સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓએ સુરતના ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે અલગ અલગ સ્કીમો બતાવી લિંક મોકલ્યા બાદ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શેર માર્કેટ અને આઈપીઓ માં રોકાણ કરવા માટે અલગ-અલગ બેંક એકાઉન્ટ ની અંદર ૩૫.૩૧ લાખ રૃપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. જો તમને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્ક્રીમ બતાવવામાં આવે છે તો ચેતી જજો. કારણ કે હવે ઠગ ટોળકીઓ સક્રિય થઈ છે અને આવી જ એક ટોળકીના બે સાચિતોની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે ટોળકી દ્વારા સુરતના ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે સારા વળતરની લાલચ આપી રૃપિયા ૩૫.૩૧ લાખ જેટલી રકમ ઓનલા ઈન બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. જે બાદ નફો આપવાની વાત તો દૂર રહી પરંતુ રોકાણ કરેલી મૂડી પણ પરત ન ચાઉં કરી ગયા હતા, જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા યુવા કે સુરત સાયબર ક્રાઇમ સેલ માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ બંને ઠગોની ધરપકડ કરી હતી. આ બાબતે સાયબર ક્રાઇમના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યુ હતુ કે સુરતના એક ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વર્તન મળશે તેવી લોભામણી સ્ક્રીમ બતાવવામાં આવી હતી.અજાણ્યા ઇસમો દ્વારા ફરિયાદીના મોબાઇલ પર એક લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ શેર માર્કેટ અને આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર ૩૫.૩૧ લાખ રૃપિયા જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી

લેવામાં આવી હતી. બીજી એપ્રિલથી ૧૧ જૂન ૨૦૨૪ દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબર અને અલગ અલગ ુરટ્ઠંજટ્ઠૅૅ ગ્રુપના એડમીન તેમજ એકાઉન્ટ ધારકોએ સુનિયોજિત કાવતરું રચી ફરિયાદીને ુરટ્ઠંજટ્ઠૅૅ ઉપર રેડિંગ કરવાથી સારું એવું વર્તન મળશે તેવા મેસેજો કર્યા હતા. જે મેરોજ વાંચી ફરિયાદીએ પણ શેર બજારમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ટોળકી દ્વારા ફરિયાદીને whatsapp ગ્રુપ એડ કરવામાં આવ્યા હતા. ફરિયાદીને whatsapp ઉપર શેરખાન મેસ નામની એપ્લિકેશન ની લીંક મોકલી હતી. જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જ્યાં ટ્રેડિંગ એકાઉન્ટ જનરેટ કરાવી એપ્લિકેશન મારફતે ફરિયાદીએ આરોપીઓના જણાવ્યા મુજબ અલગ અલગ શેર અને આઈપીઓ માં ઇન્વેસ્ટ કરવા અલગ અલગ બેક્ન એકાઉન્ટ ની અંદર ૩૬.૫૫ લાખ રૃપિયા જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી. જે રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ તેમાંથી ૧.૨૪ લાખ રૃપિયા નફા રૃપે વીડ્રો કરાવી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા. પરંતુ બાકીના નાણા વિદ્રો ન કરવા દેતા પોતે છેતરપિંડી ભોગ બનેલા યુવકે સુરત સાયબર ક્રાઇમ સેલ નો સંપર્ક કર્યો હતો. જ્યાં યુવકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી.આ ગુનામાં સંડોવાયેલા ઘોડાદરા આદર્શ સોસાયટીમાં રહેતા આરોપી પ્રધુમ રામ કૃપાલ કેવલા પ્રસાદ પાંડે અને જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા ડીંડોલીના ઓમ નગર ખાતે રહેતા પ્રતિક પ્રફુલભાઈ ગોવર્ધનભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. જે બંને આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, પ્રતીક નામના આરોપીએ પ્રધુમ પાંડે પાસેથી ૩૦૦૦૦ કમિશન આપી બેક્ન એકાઉન્ટ લીધું હતું. જે બેંક એકાઉન્ટ ફરાર આરોપી પ્રેમ નામના વ્યક્તિ પાસેથી ૩૦,૦૦૦ કમિશન લઈ આપ્યું હતું. આ બન્ને શખ્સે સાથે મળીને ઠગાઈનો ધંધો કરતા હતા. આમ છેતરપિંડી કરવાના ઇરાદે સુનિયોજિત કાવતરું ઘડી ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વર્તન મળશે તેવી લોભામની સ્કીમો બતાવી લાખોની રકમ પડાવી લેવામાં આવી હતી. જે ગુનામાં આરોપીઓની ધરપકડ કરી ફરાર અન્ય આરોપીઓની હાલ શોધખોળ શરૃ કરવામાં આવી છે.

એટલું જ નહીં પરંતુ સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા આરોપીઓના બેક્ન ખાતામાં રહેલી ચાર લાખ રૃપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરાવવામાં આવી છે. આરોપીઓએ આવા અન્ય કોઈ વ્યક્તિ જોડે છેતરપિંડી આયરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસા સામે આવવાની શકયતાઓ રહેલી છે.

(11:22 PM IST)