News of Tuesday, 17th September 2024
વડોદરાના ફતેગંજમાં મધરાત્રે પીઝા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં આગ ભભૂકી:26 જેટલી ઈ-બાઈક આગમાં બળીને ખાખ
ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો સતત મારો ચલાવી ભારે જેહમત ઉઠાવી આગને કાબુમાં લીધી

વડોદરામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફતેગંજ વિસ્તારમાં આવેલા પિઝા રેસ્ટોરન્ટના પાર્કિગમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં પાર્કિંગમાં ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી ઈ -બાઈકો બળીને ખાખ થઇ ગઈ છે. આ અંગે જાણ થતા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેફ્રોન ટાવરની સામે મોડી રાત્રે આગ લાગી હતી. પિઝા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે આ બનાવ બનતા કોઈ હાજર ન હોય જાનહાનિના અહેવાલો નથી.પાર્કિંગમાં રાખેલી પિઝા ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી 26 જેટલી ઈ-બાઈક આગમાં બળીને ખાખ થઇ ગઈ છે. જેના કારણે કંપનીને લાખોનું નુકશાન થયું છે.
આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો સતત મારો ચલાવી ભારે જેહમત ઉઠાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ લાગવાનું સટીક કારણ હજુ અકબંધ છે. પરંતુ શોર્ટ સર્કિટના કારણે વાહનોમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
