News of Tuesday, 17th September 2024
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ "એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનાન્સ ઓપર્ચ્યુનિટી ફોર ગુજરાત" વિષય પર આયોજિત CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી
મહાત્મા મંદિર ખાતે ઊર્જા મંત્રીએ વિવિધ કંપની અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી

ગાંધીનગર :ભારત સરકાર દ્વારા આયોજિત "RE INVEST-2024"ના બીજા દિવસે ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ મહાત્મા મંદિર ખાતે CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી. "એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનાન્સ ઓપર્ચ્યુનિટી ફોર ગુજરાત" વિષય પર આયોજિત રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ અને ફાયનાન્સિયલ બેન્ક સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મહાત્મા મંદિર ખાતે નોર્વેના પૂર્વ ક્લાઈમેટ અને એન્વાયરમેન્ટ મંત્રી એરિક સોલ્હેમ સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. તેવી જ રીતે, દિવસ દરમિયાન ઊર્જા મંત્રીએ ReNew Power કંપનીના ચેરમેન અને સી.ઈ.ઓ સુમિત સિન્હા, TATA POWERના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીર સિંઘ, AVAADA GROUPના ચેરમેન વિનીત મિત્તલ, Global Wind Energy Councilના પોલિસી ડિરેક્ટર માર્તંડ શાર્દુલ તેમજ કોન્સ્યુલ જનરલ ઓફ ધ રિપબ્લિક ઓફ સિંગાપોર ઈન મુંબઈ ચેઓંગ મિંગ ફુંગ સાથે પણ વન ટુ વન બેઠકો યોજી હતી.
ઊર્જા મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વિવિધ બેઠકોમાં ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર તેમજ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના મેનેજિંગ ડિરેકટર જયપ્રકાશ શિવહરે પણ ઉપસ્થિત રહ્યા હતા
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
