News of Tuesday, 17th September 2024
નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ૫ દરવાજા ૧.૬૫ મીટર સુધી ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની ૯૪,૧૨૮ ક્યુસેક પાણી આવક:નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક પાણી અને પાવર હાઉસમાંથી ૪૧,૭૦૭ ક્યુસેક પાણી નદીમાં છોડાયુ

અમદાવાદ:ઉપરવાસમાં વરસાદ વરસતા નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ૫ દરવાજા ખોલાયા છે. પાંચ દરવાજા ૧.૬૫ મીટર સુધી ખોલાયા છે. ઉપરવાસમાંથી પાણીની ૯૪,૧૨૮ ક્યુસેક પાણી આવક થઈ છે. નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવર હાઉસમાંથી ૪૧,૭૦૭ ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહના જણાવ્યા અનુસાર ૨૮ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી શકે છે. તેમજ આગામી અઠવાડિયામાં ઉકળાટ વધવાના પગલે છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
