<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

પીએમ મોદીના જન્મદિન નિમીત્તે તરોપા હાઈસ્કૂલ ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી એ વિશ્વ પર્યાવરણ દિન  નિમિત્તે મન કી બાત કાર્યક્રમમાં એક પેડ માં કે નામ વિષય ની વાત કરી હતી એ અંતર્ગત નર્મદા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ  અને શ્રી આર એન દીક્ષિત હાઇસ્કુલ તરોપા ના સંયુક્ત ઉપક્રમે એક પેડ મા કે નામ અંતર્ગત નાયબ વન  સંરક્ષક  મિતેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આ કાર્યક્રમ સંપન્ન  થયો.

કાર્યક્રમ માં નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને શાળાના આચાર્ય નિલેશકુમાર ગુલાબસીંગ વસાવાએ  જણાવ્યું હતું કે બાળકના ગર્ભ સંસ્કારથી માંડી અને મનુષ્યના અંતિમ સંસ્કાર સુધી વૃક્ષ બાળક અને માતા એકબીજા સાથે જોડાયેલા છે, કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર કિરણબેન પટેલ જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાએ જણાવ્યું હતું કે  ગ્લોબલ વોર્મિંગ ની અસર વધુ વૃક્ષો ના વાવેતરથી દૂર કરી શકાય. ઉપરાંત નાયબ વન સંરક્ષક મિતેશભાઇ પટેલ સાહેબે જણાવ્યું હતું કે આપણે ત્યાં પર્યાવરણના જતન માટે 33% વન જોઈએ તેની જગ્યાએ 11% જ વન છે જેથી કરીને આપણે આવા સહિયારા  પ્રયાસો દ્વારા વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ.
આ પ્રસંગે નર્મદા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ,  જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવા, રીંગણી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નિકિતાબેન વસાવા, સામાજિક વનીકરણ વિભાગ નર્મદાના સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહાનુભાવો અને શાળાના બાળકોએ મળીને 500 જેટલા વૃક્ષોને એક પેડમાં કે નામ ઉછેરવા માટેના શપથ લીધા હતા.

(11:45 PM IST)