News of Tuesday, 17th September 2024
ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની રજુઆતના પગલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માર્ગો માટે 24.57 કરોડની મંજૂરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદ પડતા ઠેર ઠેર રસ્તાઓના ધોવાણ થયા છે, જેથી નિયમિતપણે અવરજવર કરતા લોકોને માર્ગ ઉપરથી પસાર થવા માટે ભારે તકલીફ અને મુસીબતો ભોગવવી પડી રહી છે.
રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તાઓ બનાવવા માટે નક્કી કર્યું હોય જેમાં નાંદોદ વિધાનસભા માં સમાવિષ્ટ 24 રસ્તાઓ બનાવવા માટે રાજપીપળાના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની રજુઆતના પગલે નાંદોદ વિધાનસભામાં રસ્તાઓ બનાવવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.24.57 કરોડ ની રકમ મંજુર કર્યા છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિધાનસભામાં સમાવિષ્ટ હરીપુરા જેર રોડ, મોટા આંબા એપ્રોચ રોડ, જેતપુર ચિચડીયા રોડ, વઘરાલી ટીમરવા રોડ, સુરજપુર ગંભીરપુરા રોડ, બોરીયા એપ્રોચ રોડ, ગોપલપુરા અપ્રોચ રોડ, ઑરી અપ્રોચ રોડ, કાકડવા એપ્રોચ રોડ, વાગેથા ધમનાચા રોડ, સોઢલીયા વાંદરીયા રોડ, મોટા હેડવા એપ્રોચ રોડ, માંગરોલ તરસાલ રોડ, પ્રતાપનગર કેસરવા નવી વસાહત રોડ, સોઢલીયા ટંકારી રોડ, રૂંઢ ભીલવાડા એપ્રોચ રોડ, ધમણાચા ભૂછાડ રોડ, દેવલીયા પૂછપરા રોડ, એસ એચ ટુ ગણસિદા રોડ, કાટકોઈ વ્યાધર ફેર કુવા રોડ, નાની મોટી ચીખલી રોડ, જેતપુર ગુલપુરા રોડ, વાંકોલ એપ્રોચ રોડ સહિતના કુલ 24 ભાર્ગવ નો સમાવેશ થાય છે આ માર્ગો બનાવવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ સળગ યોજના અંતર્ગત 24.57 કરોડની મંજૂરી આપી દેતા આ રસ્તાઓ બનાવવાની કામગીરી ની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરી રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરાશે. નાદોદ વિધાનસભા મત વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરોડો રૂપિયાની મંજૂરી મળતાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
