News of Tuesday, 17th September 2024
સાગબારા બીરસા મુન્ડા ચોક પાસે ગણપતિ વિસર્જનનો વરઘોડો જોવા ગયેલ દીકરીને પિયરિયાંએ માર માર્યો
અમારા વિરુધ્ધમા જઇ કોર્ટમા કેમ લગ્ન કરી લીધેલ છે, સમાજમા અમારી બદનામી થાય છે તેમ કહી માતા, ભાઈ , ફોઈ સહિતનાઓ એ પીટાઈ કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા ના બીરસા મુન્ડા ચોક પાસે ગણપતિ વિસર્જનનો વરઘોડો જોવા ગયેલ દીકરીને પિયરિયાં એ માર મારતા દીકરીએ ફરિયાદ કરી છે
મળતી માહિતી અનુસાર લક્ષ્મીબેન હરેશભાઇ દિલીપભાઇ તડવી(રહે. સેલંબા ખોચરપાડા રોડ તડવી ફળીયુ, તા.સાગબારા, જીલ્લો નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ સેલંબા બીરસા મુન્ડા ચોક પાસે ગણપતિ વિસર્જન વરઘોડો જોવા માટે ગયેલ તે વખતે
તેમના માતા કવિતાબેન કરમસીંગભાઇ તડવી નાઓ કહેવા લાગેલ કે અમારા વિરુધ્ધમા જઇ કોર્ટમા કેમ લગ્ન કરી લીધા હોવાથી અમારી સમાજમા બદનામી થાય છે તેવુ કહેતા લક્ષ્મી બેન એ જણાવેલ કે મારે હરેશ સાથે પ્રેમ સબંધ હતો અને અમો બન્ને સાથે જીવન જીવવા માંગતા હતા પરંતુ તમે મને હરેશ સાથે લગ્ન નહી કરી આપો તેવુ લાગતા મે મારી મરજીથી હરેશ સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે તેમ કહેતા માતા કવિતાબેન એકદમ ઉશ્કેરાઇ જઇ ગમે તેવી ગાળો બોલી તેમના માથાના વાળ પકડી ઝપાઝપી કરી માથામા તેમજ છાતીના ભાગે ઢીકો મારી તથા ગુડ્ડીબેન અજયભાઇ વસાવા (૩) આરતીબેન કરમસીંગભાઇ તડવી( રહે.સેલંબા તડવી ફળીયુ ખોચરપાડા રોડ) તથા (૪) અવિનાશભાઇ વિનોદભાઇ તડવી (રહે.ચીનોદા તા.તલોદા,જીલ્લો નંદુરબાર (મહારાષ્ટ્ર) નજીકમાંથી દોડી આવી તેમની સાથે ઝપાઝપી કરી .માથામા તથા છાતીના ભાગે હાથથી ઢીકો મારી ગેબી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય સાગબારા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
