<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વંથલીના સિક્‍લીગર ગેંગના સન્‍નીસિંગે બનેવી સાથે વડોદરામાં એક કલાકમાં મંગલસૂત્ર, ૩ ચેન ખેંચી જે સ્‍પીડ કરી તે સામે ડબલ સ્‍પીડથી ઝડપી લેવાયા : જૂનાગઢ એસપી તરીકે હર્ષદ મહેતા હોવાથી સૌરાષ્‍ટ્રના જુનાગઢ પંથકના વંથલીના આ ચાલક અપરાધી દ્વારા પોતાના સાળાની મદદથી વડોદરામાં એક જ દિવસમાં મોટો દલ્લો કમાવવા ચૂંટણીના બીજા દિવસે પોલીસ વહેલી સવારે ઊંઘમાં હશે તેવી તેની વર્ષોના અનુભવ આધારેની જાણકારી અંતર્ગત આખો માસ્‍ટર પ્‍લાન ઘડયો : પણ તે ઊંધો પડયો... : ચાલાક અપરાધીઓ પોલીસની એમ.ઓ.થી વાકેફ હતા પણ વડોદરા સીપી નરસિંહમા કોમાર રાજ્‍યના સહુથી મહેનતુ અને ૧૮ કલાક કામ કરતા આઇપીએસ હોવા સાથે ક્રાઇમ બ્રાંચ અધિકારીઓ અને ટીમ અંગે તે પૂરતુ મૂલ્‍યાંકન કરવામાં નિષ્‍ફળ રહેલા : જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડના નેતૃત્‍વમાં પીઆઇ આર.જી.જાડેજા તથા એચ.ડી.તુવરા ટીમની સરાહનીય કામગીરી11:46 AM IST