News of Wednesday, 18th September 2024
અંબાજી ભાદરવી પૂનમનો મેળોઃ 32 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન: 2.66 કરોડની થઈ આવક: 504 ગ્રામ સોનાનુ મળ્યું દાન
સમગ્ર મેળા દરમિયાન કુલ 3134 ધ્વજારોહણ થઈ છે. 5.19 લાખ લોકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદી સ્વરૂપે લીધું હતુ. 19.59 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થયો છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન 32.54 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યાં છે. 61 હજાર લોકોએ ઊડન ખટોલાનો લાભ લીધો હતો. 5 લાખ લોકોએ એસ ટી બસમા મુસાફરી કરી છે. સમગ્ર મેળા દરમિયાન કુલ 3134 ધ્વજારોહણ થઈ છે. 5.19 લાખ લોકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદી સ્વરૂપે લીધું હતુ. 19.59 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું છે. રૂપિયા 2.66 કરોડ ભંડાર અને ગાદીની આવક થઈ છે. 504.670 ગ્રામ સોનાનું દાન મળ્યું છે
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
