<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વર્ષ 2001ની બેચના IAS અધિકારી શ્રીમતી આરતી કન્વર, જેઓ અત્યાર સુધી અમદાવાદ ખાતે સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા, તેમની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ હવે ભારત સરકારને હસ્તક સોંપવામાં આવી છે. શ્રીમતી આરતી કન્વરની નવી દિલ્હી ખાતે 'મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ્સ' (કાપડ મંત્રાલય) માં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા વર્ષ 1996ની બેચના IAS અધિકારી ડૉ. ટી. નટરાજનને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. શ્રીમતી આરતી કન્વરની બદલીને પગલે ખાલી પડેલી અમદાવાદના સ્ટેટ ટેક્સ ચીફ કમિશનરની જગ્યાનો ચાર્જ ડૉ. ટી. નટરાજન સંભાળશે. તેઓ પોતાની હાલની જવાબદારીઓ સાથે આગામી આદેશ સુધી આ પદનો કાર્યભાર વધારાના હવાલા તરીકે સંભાળશે.10:30 PM IST

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી : ૯૦૦૦ તાલીમબદ્ધ LRD અને વન વિભાગ સ્‍ટાફને જોડવા મુખ્‍ય પોલીસ વડાનો ઐતિહાસિક નિર્ણય : લાંબા સમય થયા વોન્‍ટેડ આરોપીઓને પકડવા અને હિસ્‍ટ્રીશીટરો સામે કડક હાથે કામ લેવા રાજ્‍યભરના ટોચના અધિકારીઓ સાથેની વિડિઓ કોન્‍ફરન્‍સમાં ડો.કે એલ.એન રાવ દ્વારા તાકીદના આદેશ... : સંવેદનશીલ વિસ્‍તારોમાં કોમ્‍બિંગ, ગેરકાયદે હથિયારો, તેમજ પ્રોહીબિશન પ્રવૃતિઓ પર નજર સાથે પ્રજાને પીડતા તત્‍વો વિરુદ્ધ પાસના વધુને વધુ કેસો કરવા પણ સખ્‍ત તાકીદે : ૨૦૨૧ની સ્‍થિતિના અભ્‍યાસ સાથે નવી અપડેટ IB સાથે સંકલન કરી સંવેદનશીલ વિસ્‍તારમાં વધારાના પોલીસ બળ તૈનાત થશે : એડિશનલ ડીજી અમિત વિશ્વકર્મા નોડલ ઓફિસર તરીકે નિયુક્‍ત કરાયા...10:54 AM IST

દર્દનાક હતો સિનેમાના પહેલા શ્રીમંત ‘સુપરસ્‍ટાર' માસ્‍ટર નિસારનો અંત : બૂટ પોલિશ કરવા, ભીખ માંગવી, લોકોને માલિશ કરવું... બોલતી ફિલ્‍મ યુગના પ્રથમ સુપરસ્‍ટાર હતા માસ્‍ટર નિસાર (મોહમ્‍મદ નિસાર) * માત્ર ૧૦ વર્ષની કુમળી વયે પારસી થિયેટર કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. * માસ્‍ટર નિસારને જોવા સ્‍ટુડિયોની બહાર હજારોની ભીડ ઉમટતી. એક સમયે એટલી ભીડ જમા થઈ ગઈ હતી કે બંગાળના ગવર્નરની કારનો રસ્‍તો પણ ડાયવર્ટ કરવો પડ્‍યો હતો.! *કારકિર્દીની શરૂઆતમાં તેમણેસ્ત્રીઓની ભૂમિકાઓ ભજવી હતી. *બોલતી ફિલ્‍મ ‘શીરીન ફરહાદ' : અને ‘લૈલા મજનુ' માં માસ્‍ટર નિસાર અને પ્રખ્‍યાત અભિનેત્રી જહાં આરા કજ્જનની જોડીએ ઇતિહાસ રચી દીધો : બોલીવુડના ઇતિહાસ મુજબ હિન્‍દી સિનેમામાં સૌપ્રથમ ‘રોલ્‍સ રોયસ' કાર ખરીદનાર તેઓ સૌપ્રથમ અભિનેતા હતા. : ફિલ્‍મ સાલ ઇન્‍દ્ર સભા (૧૯૩૨) માં સાથે અભિનય કર્યો જે તેમની કારકિર્દીની બ્‍લોકબસ્‍ટર ફિલ્‍મ હતી. આ ફિલ્‍મમાં કુલ ૭૧ ગીતો હતા જે આજે પણ એક વિશ્વ વિક્રમ છે. તે જમાનામાં તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમના નામથી સાબુ અને સિગારેટ જેવી પ્રોડક્‍ટ્‍સ વેચાતી હતી. : અને ગુરૂદત ફાટેલા અને મેલાં હાલમાં ઉભેલા કલાકારના પગે પડ્‍યા..!3:03 PM IST