News of Thursday, 19th September 2024
ડાકોરમાં અસામાજિક તત્ત્વોની નાલાયકી :મંદિરમાં ઘુસી શનિદેવની મૂર્તિને ખંડિત કરાઈ :દાનપેટી ચોરી
યાત્રાધામ ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમાં મોડી રાત્રે ચોરી કરવા આવેલા અસામાજિક તત્ત્વો દ્વારા હિનકૃત્ય

સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના યાત્રાધામ ડાકોરમાં અસામાજિક તત્ત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવ મંદિરમાં અસામાજિક તત્ત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરાઈ છે. આ ઉપરાંત દાનપેટીની ચોરી થઈ છે. આ મામલે મંદિરના પૂજારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, યાત્રાધામ ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમાં બુધવારે મોડી રાત્રે ચોરી કરવા આવેલા અસામાજિક તત્ત્વો દ્વારા શનિદેવની મૂર્તિને ખંડિત કરાઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરાના સંવેદનશીલ એવા ભૂતડી ઝાંપાના તુલસીવાડી વિસ્તારમાં ગણેશ વિસર્જનની મોડી રાત્રે હનુમાનજીની પ્રતિમા ખંડિત થતા વિસ્તારમાં ઉતેજના છવાઈ હતી. જેના કારણે વિસ્તારમાં અજંપાભર્યો માહોલ સર્જાયો હતો. જેથી ભાગદોડ થઈ ગઈ હતી. જો કે, પોલીસને જાણ થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
