News of Thursday, 19th September 2024
અંબાજી મંદિરમાં કાલે પ્રક્ષાલનવિધિ : મંદિર બપોરે 1 વાગ્યા પછી બંધ રહેશે
ભાદરવી પૂનમ મહા મેળો પૂર્ણ થયા પછી વર્ષમાં એકવાર દર વર્ષે થાય છે પ્રક્ષાલનવિધિ

બનાસકાંઠાના અંબાજીમાં આવતીકાલે માતાજીના દર્શને આવતા યાત્રિકો માટે મોટા સમાચાર છે. અંબાજી મંદિરમાં આવતીકાલે પ્રક્ષાલનવિધિ યોજાશે. ભાદરવી પૂનમ મહા મેળો પૂર્ણ થયા પછી વર્ષમાં એકવાર દર વર્ષે પ્રક્ષાલનવિધિ થાય છે, આવતીકાલે અંબાજી મંદિર બપોરે 1 વાગ્યા પછી બંધ રહેશે. માતાજીની સાંજની આરતી રાત્રે 9.00 કલાકે હાથ ધરવામાં આવશે. તા.21 થી આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. .
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
